________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રSિ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ
પોતાના સ્વરૂપને જાણતો નથી; કેમકે જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ છે પણ આત્માનો ધર્મ નથી, તેથી આત્મા બાહ્ય અને અત્યંતર સ્વરૂપને જાણતો નથી. આ પ્રમાણે વેદપદોથી તું જાણે છે કે – આત્માને બન્ધ કે મોક્ષ નથી. . પણ વળી આત્માને બન્મ અને મોક્ષ જણાવનારાં બીજાં વેદપદો દેખી તું સંશયમાં પડ્યો છે કે આત્માને કર્મનો બન્ધ અને કર્મથી મોક્ષ છે કે નહિ? આત્માને બન્ધ અને મક્ષ જણાવનારાં નીચેનાં વેદપદો છે -
“न ह वै सशरीरस्य प्रिया-ऽप्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसंतं प्रिया-अप्रिये न स्पृशत: ।"
“(નટ અશરીરી પ્રિયજિયોરપતિરિત) શરીર સહિત એટલે સંસારી આત્માને સુખ અને દુ:ખનો અભાવ નથી જ; એટલે સંસારી આત્માને સુખ અને દુઃખ ભોગવવાં જ પડે છે, કેમકે તેને સુખ-દુઃખનાં કારણભૂત શુભ અને અશુભ કર્મો હોય છે. (૩શરીર વા વસતં પ્રિયપ્રિયે સ્પૃશત:) શરીર રહિત એટલે મુક્ત થયેલા અને લોકના અગ્રભાગમાં વસતા આત્માને સુખ-દુઃખ સ્પર્શ કરતાં નથી. કેમકે તે મુક્તાત્માને સુખ-દુઃખનાં કારણભૂત કર્મ હોતાં નથી. આ વેદપદોથી સ્પષ્ટ જણાય છે કે આત્માને બન્ધ અને મોક્ષ છે. આવી રીતે પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી તું સંશયમાં પડ્યો છે. પણ તે મણ્ડિત ! આ તારો સંશય અયુક્ત છે, કેમકે - “સ , વિગુણો વિમુને વધ્યતે સંસતિ વા મુખ્યત્વે મોવતિ વ, વ Vs વાલિમખ્યત્તરં વા વે’ એ વેદપદોનો અર્થ તું સમજયો નથી; તેથી તેનો અર્થ જેવો તું ઉપર મુજબ કરે છે તેવો તેનો અર્થ
R
૩૬૮
For Private and Personal Use Only