________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Achana Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ
વ્યાખ્યાનમુ.
IIRI
એટલે જે મનુષ્ય ભદ્રક પ્રકૃતિવાળો હોય, વિનય, સરળતા વિગેરે ગુણો વડે યુક્ત હોય; તે આ ભવમાં મનુષ્ય સંબંધી આયુષ્યકર્મ બાંધીને મરી પાછો મનુષ્ય જન્મ પામે છે. વળી જો પશુઓ માયા વિગેરે દોષયુક્ત હોય, તેઓ આ ભવમાં પશુ સંબંધી આયુષ્યકર્મ બાંધીને મરી પરભવમાં પાછા પશુજન્મ પામે છે. અર્થાતુસારા કર્મ કરનારો મનુષ્ય મરીને મનુષ્ય થાય, અને દુષ્ટ કર્મ કરનારા પશુઓ મરીને પશુ થાય; આવી રીતે કર્મની અપેક્ષાએ મનુષ્ય અને પશુઓની ગતિ સૂચવી છે. પણ એ વેદપદો એવો નિશ્ચય સૂચવતાં નથી કે, મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, અને પશુ મરીને પશુ જ થાય. તાત્પર્ય કે – આર્જવાદિ ગુણયુક્ત મનુષ્ય ફરીને પણ મનુષ્યજન્મ મેળવે છે, પણ પાપી મનુષ્ય મરીને પશુ અથવા નારકી પણ થાય છે. વળી માયાદિ દોષ યુક્ત પશુ ફરીને પણ પશુજન્મ મેળવે છે પણ ભદ્રક પરિણામી પશુ મરીને મનુષ્ય અથવા દેવ પણ થાય છે. આવી રીતે પ્રાણીઓની ભિન્ન ભિન્ન ગતિમાં ઉત્પત્તિ કર્મને આધીન છે, અને તેથી જ પ્રાણીઓનું વિવિધપણું દેખાય છે. વળી જે તું માને છે - જેવું કારણ હોય તેના સદેશ જ કાર્ય સંભવે છે, એ પણ તારું માનવું ઠીક નથી; કેમકે છાણ વિગેરેમાંથી વીંછી વિગેરેની ઉત્પત્તિ દેખીએ છીએ, તે કારણથી વિસદશ એટલે વિચિત્ર પણ કાર્ય સંભવે છે.”
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી સુધર્માને જે સંશય હતો તે નષ્ટ થયો. સંશય નષ્ટ થતાં તેમણે છે પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇતિ પગુચમો ગણધરઃ /પા
For Private and Personal Use Only