________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
પરભવમાં મનુષ્ય જ થાય, પણ દેવ પશુ વિગેરે બીજા સ્વરૂપે નજ થાય. ગાય વિગેરે પશુઓ મરીને પાછા પરભવમાં પશુઓ જ થાય, પણ મનુષ્ય, દેવ વિગેરે બીજા સ્વરૂપે નજ થાય. હે સુધર્મા ! વળી તું માને છે – ઉ૫૨ પ્રમાણે વેદપદોનો અર્થ યુક્તિથી પણ ઠીક લાગે છે કેમકે જેવું કારણ હોય તેવું જ તેનું કાર્ય સંભવે છે. જેમ શાલિના બીજથી શાલિના જ અંકુરો ઉત્પન્ન થાય, પણ તે શાલિના બીજથી ઘંઉનો અંકુરો ન જ ઉત્પન્ન થાય; તેમ મનુષ્ય મરીને પાછો પરભવમાં મનુષ્ય થવો જોઈએ, પણ મનુષ્ય મરીને પરભવમાં પશુ શી રીતે થાય ? આ પ્રમાણે વેદપદોથી તથા યુક્તિથી તું જાણે છે કે - જે પ્રાણી જેવો આ ભવમાં હોય છે તેવો પરભવમાં થાય છે. પણ વળી – શ્રૃવાતો વૈ ષ ઞાયતે ચ: સપુરીષો વાતે । એટલે ‘વિષ્ટા સહિત જે મનુષ્યને બળાય છે તે શિયાળ થાય છે'. અર્થાત્ કોઈ મરી ગયેલો મનુષ્ય વિષ્ટાયુક્ત હોય, તે વિષ્ટા સહિત મનુષ્યને દહન કરવામાં આવે તો તે મનુષ્ય પરભવમાં શિયાળ થાય છે. આ વેદપદોથી જણાય છે કે મનુષ્ય પરભવમાં શિયાળ પણ થાય છે, તેથી ‘જે પ્રાણી આ ભવમાં જેવો હોય તેવો જ પરભવમાં થાય' એવો નિયમ ન રહ્યો. આ પ્રમાણે તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદપદોથી તું સંશયમાં પડ્યો છે. પણ હે સુધર્મા ! આ તારો સંશય અયુક્ત છે, કેમકે – “પુરુષો થૈ પુરુષત્વમનુતે પશવ: પશુત્વમ્’ એ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી, તેથી તેઓનો અર્થ જેવો તું ઉપર મુજબ કરે છે તેવો તેઓનો અર્થ નથી. તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે; સાંભળ-પુરુષ મરી પરભવમાં પુરુષપણાને પામે છે, અને પશુઓ મરી પરભવમાં પશુપણાને પામે છે;
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| 20
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૬૫