________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ
.
છે
"स्वप्नोपमं वै सकलम, इत्येष ब्रह्मविधिरञ्चसा विज्ञेयः ।" “ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે – પાંચ ભૂત નથી. તેનો અર્થ તું આ પ્રમાણે કરે છે - (સ્વનોપમ વૈ સત્તમ) એટલે પૃથ્વી, જલ વિગેરે સમગ્ર જગત્ સ્વપ્ન સદેશ જ છે; જેમ સ્વપ્નમાં સુવર્ણ, રત્ન, સ્ત્રી વિગેરે દેખીએ છીએ, પણ ખરી રીતે તે કાંઈ હોતું નથી; તેમ પૃથ્વી જલ વિગેરે ભૂતોને દેખીએ છીએ પણ ખરી રીતે તે પદાર્થો નથી બધું સ્વપ્ન સદેશ છે. (ત્યેક વહધિન્નસા વિયા) એટલે આ બધું જગતું સ્વપ્ન સદેશ જ છે એ પ્રમાણે આ બ્રહ્મવિધિ શીધ્ર જાણી લેવો એટલે ભાવવો, આ વેદપદોથી તું જાણે છે કે પૃથ્વી વિગેરે ભૂતો નથી. પણ વળી - “પૃથ્વી દેવતા, આપો દેવતા; એટલે પૃથ્વી દેવતા છે, જલ દેવતા છે' ઇત્યાદિ વેદપદોને પૃથ્વી જલ વિગેરે ભૂતોની સત્તા જણાવનારાં દેખી તું સંશયમાં પડ્યો છે કે – “પાંચ ભૂત છે કે નથી?” પરંતુ હે વ્યક્ત ! આ તારો સંશય અયુક્ત છે, કેમકે- “આ સકલ જગત્ સ્વપ્ન સદશ જ છે' એ વેદપદો આત્મસંબંધી ચિંતવન કરતાં સુવર્ણ સ્ત્રી વિગેરેનો સંયોગ અનિત્ય છે એમ સૂચન કરનારાં છે. સુવર્ણ, ધન, પુત્ર, સ્ત્રી વિગેરેનો સંયોગ અસ્થિર છે; અસાર છે, કટુ વિપાક આપનારો છે, માટે તેઓ ઉપરની આસક્તિ ત્યજીને | મુક્તિ માટે યત્ન કરવો; એમ વૈરાગ્યની વૃદ્ધિ માટે બોધ આપનારાં એ વેદપદો છે, પણ એ પદો ભૂતોનો નિષેધ સૂચવતાં નથી.”
છે,
૩૬૩
For Private and Personal Use Only