________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે પાંચ જણને દીક્ષિત થયેલા સાંભળી છઠા મંડિત નામના પંડિતે વિચાર્યું | કે - “જેના ઇન્દ્રભૂતિ વિગેરે પાંચ જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે; માટે હું પણ તેમની પાસે જાઉં, મિ વ્યાખ્યાનમું અને મારો સંશય દૂર કરું”. આ પ્રમાણે વિચારી મંડિત પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો, પ્રભુએ તેને કહ્યું કે - “હે મંડિત ! તને એવો સંશય છે કે – આત્માને કર્મનો બંધ તથા કર્મથી મોક્ષ છે કે નહિ ? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે -
“स एष विगुणो विभुर्न बध्यते संसरति वा मुच्यते मोचयति वा, न वा एष बाह्यमभ्यन्तरं वा वेद ।”
ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે – આત્માને કર્મથી બંધ કે કર્મથી મોક્ષ નથી. તેઓનો અર્થ તું આ પ્રમાણે કરે છે - (સ 99) એટલે તે આત્મા (વિપુt) સત્ત્વ, રજસ્ અને તમોગુણ રહિત છે. (વિમ) સર્વવ્યાપક છે, ( વધ્યતે) કર્મથી બંધાતો નથી, એટલે શુભ અથવા અશુભ કર્મના બન્ધન રહિત છે; (સંસરત વા) સંસારમાં પરિભ્રમણ કરતો નથી, (મુખ્ય) આત્મા કર્મથી મૂકાતો નથી; કેમકે જેને બબ્ધ હોય તેને તે બન્યથી મુક્ત થવું સંભવે, પણ આત્માને કર્મના બન્ધનો અભાવ હોવાથી તે કર્મથી મૂકાતો પણ નથી, (
મોત વ) વળી આત્મા કર્મ વિગેરેનો કર્તા ન હોવાથી બીજાઓને કર્મથી મૂકવતો નથી. (વા vs વાહનચત્તરં વા વે) વળી આ આત્મા પોતાથી ભિન્ન એવા મહતુ અહંકાર વિગેરે બાહ્ય સ્વરૂપને તથા અત્યંતર એટલે
૩૬૭
For Private and Personal Use Only