________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Rી )
કલ્પસૂત્ર ભાષાંતર
નમ્રતાથી બોલ્યો કે - “હે ભગવાનું! મેં આપનો આવો પ્રભાવ જાણ્યો નહોતો, માટે મારા વિપરીત આચરણની ક્ષમા કરો'. આ પ્રમાણે કહી તે તાપસ ગયા પછી ગોશાલે પ્રભુને પૂછ્યું કે - “હે ભગવાન્ ! આ તેજોલેશ્યાલબ્ધિ વિક વ્યાખ્યાનમુ શી રીતે પ્રાપ્ત થાય?' સર્પને દૂધ પાવા પેઠે ગોશાલાને તેજોલેશ્યાની વિધિ શીખવાડવાથી ભવિષ્યમાં અનર્થનું કારણ થશે, એમ જાણવા છતાં પ્રભુએ ભાવિભાવ અવશ્ય થવાનો વિચારી ગોશાલાને તેજલેશ્યાની વિધિ આ પ્રમાણે શીખવાડી -
“જે મનુષ્ય સૂર્યની આતાપના પૂર્વક હંમેશાં છટ્ઠ કરે, અને એક મૂઠી અડદના બાકળા તથા અંજલિ માત્ર ગરમ પાણીથી છઠનું પારણું કરે, તે મનુષ્યને છ માસને અંતે તેજોલેશ્યાલિબ્ધિ પ્રાપ્ત થાય” ત્યાંથી વિહાર કરી પ્રભુ પાછા સિદ્ધાર્થપુર તરફ જતા હતા, માર્ગમાં પેલા તલના છોડવાનો પ્રદેશ આવ્યો, ત્યારે
ગોશાલો બોલ્યો કે - “હે સ્વામી ! આપને મેં જે તલના છોડવા માટે પૂછ્યું હતું તેમાં આપના કહેવા મુજબ કઃ તલ થયા નથી.' જો એ જ તલનો છોડવો આ ઉભો.” તલનો છોડવો દેખવા છતાં પ્રભુના વચન ઉપર શ્રદ્ધા
ન રાખતા ગોશાલાએ તે છોડવાની શીંગ ચીરી જોઈ તો તેમાં બરાબર સાત તલ નીકળ્યા. તે જોઈ ગોશાલાએ પોતાની મતિકલ્પના પ્રમાણે એવો મત બાંધ્યો કે - “જે પ્રાણીઓ જે શરીરમાં મરે છે તે પ્રાણીઓ તે જ શરીરમાં પાછા પરાવર્તન કરીને ત્યાંને ત્યાં જ ઉત્પન્ન થાય છે.” આ પ્રમાણે મત સ્વીકાર્યો તથા “જે થવાનું હોય તે થાય જ છે એ પ્રમાણે અગાડી સ્વીકારેલા નિયતિવાદને તેણે ગાઢ કર્યો. ત્યાંથી ગોશાલો તેજોવેશ્યા
૩૦૮
For Private and Personal Use Only