________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
અપમાન પામીશ. માટે હવે તો આ બાલાનો મૂળમાંથી જ ઉચ્છેદ કરવો ઉચિત છે”. એમ વિચારી મૂલાએ શેઠ બહાર ગયા ત્યારે હજામને બોલાવી ચંદનાનું મસ્તક મુંડાવી નાખ્યું, પછી બેડી પહેરાવી, ખુબ માર મારી, દૂરના એક ઘરમાં પૂરી, બારણે તાળુ દઈ મૂલા પોતાના પિયર ચાલી ગઈ. સાંજના શેઠ ઘેર આવ્યો ત્યારે ચંદનાની ખબર પૂછી, મૂલાથી ભય પામતા કોઈપણ માણસે કહ્યું નહિ, આવી રીતે ત્રણ દિવસ વ્યતીત થઈ ગયા, ત્યારે ચોથે દિવસે શેઠે ઘ૨ના માણસોને આગ્રહથી પૂછ્યું તેથી એક ઘરડી દાસીએ ચંદનાને જ્યાં પૂરી હતી તે ઘર બતાવ્યું. શેઠે બારણાનું તાળું ખોલી તે ઘર ઉઘાડીને જોયું ચંદનાને બેહાલ સ્થિતિમાં જોઈ શેઠને ઘણો જ ખેદ થયો, અને ચંદનાને એક સૂપડાના ખૂણામાં અડદના બાકળા આપી કહ્યું કે - હે પુત્રી ! તું હમણાં આ અડદ વાપર, હું બેડી ભંગાવી નાખવા લુહારને બોલવવા જાઉં છું” એમ કહી શેઠ લુહારને ઘેર ગયો. ચંદનાએ વિચાર કર્યો કે - ‘જો કોઈ ભિક્ષુ આવે તો તેને આપીને અડદ વાપરું' આ પ્રમાણે વિચારે છે તેવામાં, છ મહિનામાં પાંચ દિવસ ઉણા ઉપવાસવાળા શ્રીમહાવીર પ્રભુ ફરતા ફરતા ત્યાં પધાર્યા. પ્રભુને દેખી ચંદના ઘણી ખુશી થઈ, અને લોઢાની બેડીથી સમ્ર જકડાયેલી હોવાથી ઉમરો ઉલ્લંઘવાને અશક્ત એવી તે ચંદના એક પગ ઉમરામાં અને એક પગ બહાર રાખી ‘હે પ્રભુ ! આ અડદ ગ્રહણ કરો' એમ બોલી, પરંતુ પ્રભુ તો ધારેલા અભિગ્રહમાં એક રુદન ન્યૂન દેખી પાછા ફર્યા. તેથી ચંદનાને ખેદ થયો કે - ‘અરે ! હું કેવી અભાગણી કે આ અવસરે પધારેલા પ્રભુ કાંઈ પણ લીધા વગર પાછા ફર્યા, આ પ્રમાણે ખિન્ન થયેલી ચંદના
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir ZN
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૨૧