________________
Shri Mahavir Jain Aradhana Kenda
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1:
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
IIMa
બોલ્યો, ઇત્યાદિ પ્રતીતિ થવી જોઈએ, કારણ કે તે સ્થિતિમાં પણ શરીર તો છે; છતાં મુડદાને તેવી પ્રતીતિ ઝિ થતી નથી, માનવું જોઈએ કે “” બોલ્યો, “હું' બોલું છું' ઇત્યાદિ પ્રતીતિ શરીરથી જુદા એવા શરીરીને થાય છે, અને તે આત્મા છે. વળી જેના ગુણ પ્રત્યક્ષ હોય તે ગુણી પણ પ્રત્યક્ષ જ મનાય છે. સ્મરણ, ઇચ્છા, સંશય વિગેરે ગુણો દરેકને પોતાના જ અનુભવથી પ્રત્યક્ષસિદ્ધ છે, તેથી તે ગુણોનો આધાર આત્મારૂપ ગુણીપણ સ્વપ્રત્યક્ષસિદ્ધ માનવો જોઈએ. તે સ્મરણ, ઇચ્છા, સંશય વિગેરે ગુણોનો આધાર શરીર તો ન જ કહેવાય, કારણ કે જેવા ગુણ હોય તેવો જ તેઓનો ગુણી હોય. તે અમૂર્ત અને ચૈતન્યરૂપ છે, અને શરીર તો મૂર્ત અને જડરૂપ છે; આવી રીતે અમૂર્ત અને ચૈતન્યરૂપ ગુણોનો આધાર - મૂર્ત અને જડરૂપ એવું શરીર કેમ સંભવે? માટે અમૂર્ત અને ચૈતન્યરૂપ એવા તે ગુણોનો આધાર ગુણી, અમૂર્ત અને ચૈતન્યરૂપ એવો આત્મા જ સ્વીકારવો જોઈએ. અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થઈ શકે છે. તે આ પ્રમાણે -
જે ભોગ્ય હોય તેનો ભોક્તા અવશ્ય હોય છે. જેમ ભોજન, વસ્ત્ર વિગેરે ભોગ્ય છે, તો તેનો ભોક્તા મનુષ્ય છે; તેમ શરીર પણ ભોગ્ય છે, તો તેનો ભોક્તા શરીરી હોવો જોઈએ; અને તે આત્મા છે,
આગમથી પણ આત્માની સિદ્ધિ થઈ શકે છે. વેદમાં જ કહ્યું છે કે – “ રે ૩યમાત્મા જ્ઞાનમય” તે આ કામ આત્મા જ્ઞાનમય છે'. વળી ‘ દ્રમ નં ર તિ ત્રિરં યો વેત્ત સ ગીવ:' દદદ એટલે દમ, દાન અને
૩૫૨
For Private and Personal Use Only