________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
પ્રકારના ઉપયોગરૂપે રહેતો નથી, પણ બીજા પદાર્થના ઉપયોગરૂપે પરિણમે છે, અથવા સામાન્ય સ્વરૂપે રહે છે; અર્થાત્ પૂર્વના ઉપયોગરૂપે રહેતો નથી. તેથી જ વેદવાક્યમાં કહ્યું છે કે – ‘ન પ્રેત્યસંજ્ઞાઽરિત’ એટલે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આત્માના ત્રણ સ્વભાવ છે – જે પદાર્થનું વિજ્ઞાન પ્રવર્તતું હોય તે વિજ્ઞાનપર્યાયરૂપે આત્મા ઉત્પન્ન થાય છે, તે સમયે પહેલાંના પદાર્થના વિજ્ઞાનપર્યાય નષ્ટ થયેલા હોવાથી તે પહેલાનાં વ વિજ્ઞાનપર્યાયરૂપે આત્મા વિનશ્વરરૂપ છે, અને અનાદિકાલથી પ્રવર્તેલી વિજ્ઞાનસંતતિ વડે દ્રવ્યપણે આત્મા અવિનશ્વરરૂપ છે. આવી રીતે પર્યાયરૂપે આત્મા ઉત્પત્તિ અને વિનાશરૂપ છે, અને દ્રવ્યરૂપે નિત્ય છે.”
વળી હે ગૌતમ ઇન્દ્રભૂતિ ! પ્રત્યક્ષથી પણ આત્માની સિદ્ધિ થાય છે. જે તને ઘટ પટ વિગેરેનું જ્ઞાન હૃદયમાં સ્ફુરે છે, તે જ્ઞાન જ આત્મા છે; કેમ કે જ્ઞાન આત્માથી કથંચિત્ અભિન્ન હોવાથી આત્મ સ્વરૂપ જ છે. જ્ઞાન તો દરેકને પોતાના અનુભવથી સિદ્ધ હોવાથી સ્વપ્રત્યક્ષ જ છે અને જ્યારે જ્ઞાન પ્રત્યક્ષ છે તો પછી તે જ્ઞાનથી અભિન્ન એવો આત્મા પણ પ્રત્યક્ષ જ છે એમ કેમ ન મનાય ? વળી ‘હું બોલ્યો, હું બોલું છું, હું બોલીશ’ ઇત્યાદિ પ્રકારે ત્રણ કાલના વ્યવહારમાં ‘હું' એવી જે પ્રતીતિ થાય છે તે પ્રતીતિથી પણ આત્મા પ્રત્યક્ષસિદ્ધ છે. જો આત્માને નહિ માને તો ‘હું’ શબ્દથી કોને ગ્રહણ કરીશ ? કદાચ ‘હું’ શબ્દથી શરીને ગ્રહણ કરવાનું કહે, અર્થાત્ ‘હું બોલ્યો’ ઇત્યાદિ પ્રતીતિ શરીરને થાય છે એમ કહે, તો મુડદાને પણ ‘હું’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
નથી કરી
ષષ્ઠે
વ્યાખ્યાનમ
૩૫૧