________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
કલ્પસૂત્ર ભાષાંતર
ઇત્યાદિ પ્રકારે તે તે ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થઈને (તાન્ચેવડનુ વિનશ્યતિ) તે ઘટવિગેરે ભૂતોનો શેયપણે અભાવ થયા પછી જ આત્મા પણ તેઓના ઉપયોગરૂપે વિનાશ પામે છે, અને બીજા પદાર્થના ઉપયોગરૂપે હી વ્યાખ્યાનમ્ ઉત્પન્ન થાય છે, અથવા સામાન્યસ્વરૂપે રહે છે (ન પ્રેત્યસંજ્ઞાતિ) આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપે સંજ્ઞા રહેતી નથી. અર્થાત્ આત્માના દરેક પ્રદેશે જ્ઞાન-દર્શનના ઉપયોગરૂપ અનંતા પર્યાયો રહેલા છે, તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કથંચિત્ અભિન્ન છે; અર્થાત્ વિજ્ઞાનમય આત્મા હોવાથી વિજ્ઞાન ન ” એટલે વિજ્ઞાનના સમુદાયરૂપ જ છે. જયારે ઘટ પટ વિગેરે ભૂતો જોયપણે પ્રાપ્ત થયા હોય ત્યારે તે ઘટ-પટાદિરૂપ હેતુથી “આ ઘડો છે, આ વસ્ત્ર છે, ઇત્યાદિ પ્રકારના ઉપયોગરૂપે | આત્મા પરિણમે છે, એટલે તે તે વિજ્ઞાનપર્યાયે ઉત્પન્ન થાય છે, કારણ કે આત્માને ઉપયોગરૂપે પરિણમવામાં પણ તે ઘટાદિ વસ્તુનું સાપેક્ષપણું છે. પછી જયારે ઘટ-પટાદિ વસ્તુનું આંતરું પડી જાય, અથવા તેઓનો અભાવ થાય, અથવા બીજા પદાર્થમાં મન ચાલ્યું જાય; ઇત્યાદિ કોઈ પણ કારણથી આત્માનો ઉપયોગ તે વસ્તુ થકી દો હઠી જાય છે; અને બીજા પદાર્થમાં ઉપયોગ પ્રવર્તે છે ત્યારે, પહેલાં જે ઘટ-પટાદિ પદાર્થો શેયપણે હતા તે પદાર્થો જોયપણે રહેતા નથી, પણ બીજા જે પદાર્થોમાં ઉપયોગ પ્રવર્યો હોય તે પદાર્થો જોયપણે પ્રાપ્ત થાય છે. આવી રીતે જ્યારે તે ઘટ-પટાદિ શેયપણે રહેતા નથી, ત્યારે આત્મા પણ “આ ઘડો છે, આ વસ્ત્ર છે' ઇત્યાદિ |
૩૫૦
For Private and Personal Use Only