________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
The C>
www.kobatirth.org
આત્માને માનવો ? આવી રીતે કોઈ પણ પ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, તેથી આત્મા નથી એમ માનવું જોઈએ. વળી ઘી, દૂધ વિગેરે ઉત્તમ પદાર્થો વાપરી શરીર પુષ્ટ બન્યું હોય. તો તેમાંથી સતેજ જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ અનુભવીએ છીએ. માટે માનવું જોઈએ કે, શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે; તેથી જ્ઞાન એ ભૂતોનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી, અને તેથી, આત્મા નામનો પદાર્થ નથી. આ પ્રમાણે તું માને છે કે - ‘વિજ્ઞાનધન’ ઇત્યાદિ વેદપદોથી, તથા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, તેથી આત્મા નામનો પદાર્થ નથી. પણ વળી ‘આત્મા છે’ એમ જણાવનારાં બીજાં વેદવાક્યો દેખી તું સંશયમાં પડ્યો છે કે ‘આત્મા છે કે નથી ?’ પરંતુ હે ગૌતમ ઇન્દ્રભૂતિ ? તારો આ સંશય અયુક્ત છે, કેમકે
“विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति ।”
“એ વેદવાક્યોનો અર્થ તું સમજયો નથી, તેથી એ વાક્યનો અર્થ તું જે ઉ૫૨ મુજબ કરે છે તેવો તેનો અર્થ નથી. પણ એ વાક્યનો અર્થ આ પ્રમાણે છે, સાંભળ - (વિજ્ઞાનઘન ) જે વિશિષ્ટ જ્ઞાન-એટલે જ્ઞાનદર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય, તે વિજ્ઞાનના સમુદાયરૂપ જ આત્મા (તેઓ ભૂતેશ્ય: સમુત્યાય) શેયપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વિગેરે ભૂતો થકી, અથવા પટ વિગેરે ભૂતોના વિકારો થકી ‘આ પૃથ્વી છે, આ ઘટ છે’
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૪૯