________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(વિજ્ઞાનધન PF) એટલે વિજ્ઞાનોનો સમુદાય જ (તેમ્યો ભૂતેશ્ય: સમુત્યાય) આ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને (તાન્યેવાડનું વિનશ્યતિ) પાછો તે ભૂતોમાં જ લય પામે છે; (ન પ્રેત્યસંજ્ઞાઽસ્તિ) તેથી પરલોકની સંજ્ઞા નથી. અર્થાત્-પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, એ પાંચ ભૂતો શરીરરૂપે પરિણમ્યા હોય, ત્યારે શરીરરૂપે પરિણમેલા એ પાંચ ભૂતોમાંથી ‘આ ઘડો છે, આ ઘર છે, આ મનુષ્ય છે, ઇત્યાદિ વિવિધ પ્રકારના જ્ઞાનનો સમુદાય જ ઉત્પન્ન થાય છે; પણ આત્માને માનવાવાળા જ્ઞાનનો આધાર જે આત્મા નામનો પદાર્થ માને છે તે આત્મા નામનો પદાર્થ નથી. કેમકે પાંચ ભૂતોમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનનો આધાર પાંચ ભૂતો માનવા જોઈએ. જેમ મદિરાના અંગોમાંથી મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનશક્તિ ઉત્પન્ન થાય છે. આવી રીતે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થઈને, પછી જયારે શરીરરૂપે પરિણમેલા તે પાંચ ભૂતોનો વિનાશ થાય છે ત્યારે તે વિજ્ઞાનનો સમુદાય પણ જલમાં પરપોટાની પેઠે તે ભૂતોમાં જ લય પામે છે. આવી રીતે આત્મા નામનો પદાર્થ નથી, તેથી પ્રેત્યસંજ્ઞા એટલે પરલોકની સંજ્ઞા નથી, અર્થાત્ મરીને પુનર્જન્મ નથી. કેમકે - જ્યારે આત્મા નથી તો પછી પરલોક કોનો ?, માટે અહીંથી મરીને કોઈ પરલોકમાં જતું નથી, અને પરલોકથી અહીં કોઈ આવતું નથી’.
“હે ઇન્દ્રભૂતિ ! વળી તું માને છે કે, ઉપર પ્રમાણે વેદવાક્યનો અર્થ યુક્તિથી પણ ઠીક લાગે છે. કેમકેપ્રત્યક્ષ પ્રમાણથી તો આત્મા જણાતો નથી, એટલે આત્મા દેખવામાં આવતો નથી, તેમ સ્પર્શદ અનુભવથી
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૪૭