________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
થયો કે “આત્મા છે'. સંશય નષ્ટ થતાં ગૌતમ શ્રી ઇન્દ્રભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ ફી પાસે દીક્ષા લીધી. ત્યાર પછી ગૌતમ શ્રી ઇન્દ્રભૂતિ મહારાજે “રૂપને વા, વિમે વા, જુવે ” એટલે દરેક ફી વ્યાખ્યાનમ્
પદાર્થો વર્તમાન પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, પૂર્વના પર્યાયરૂપે નષ્ટ થાય છે, અને મૂલદ્રવ્યરૂપે ધ્રુવ-નિત્ય રહે છે” એ પ્રમાણે પ્રભુના મુખથી ત્રિપદી સાંભળીને દ્વાદશાંગીની રચના કરી ઇતિ પ્રથમો ગણધરઃ ||૧||
ઇન્દ્રભૂતિને દીક્ષિત થયેલ સાંભળી તેમનો બીજો ભાઈ અગ્નિભૂતિ વિચારવા લાગ્યો કે – “કદાચિત પર્વત પીગળી જાય, હિમનો સમૂહ સળગી ઉઠે, અગ્નિની જવાળાઓ શીતલ થાય, વાયરો સ્થિર થઈ જાય, | ચન્દ્રમાંથી અંગારા વરસે, અને પૃથ્વી પાતાળમાં પેસી જાય; તો પણ મારો ભાઈ હારે નહિ” આ પ્રમાણે ઇન્દ્રભૂતિ ના દીક્ષિત થવામાં જરા પણ શ્રદ્ધા વિશ્વાસ ન રાખતો તે અગ્નિભૂતિ લોકોને વારંવાર પૂછવા માં લાગ્યો પરંતુ જ્યારે લોકોના મુખેથી સાંભળી તેને નિશ્ચય થયો કે ઇન્દ્રભૂતિ દીક્ષિત થયા, ત્યારે તે ચિત્તમાં વિચારવા લાગ્યો કે - “તે ધૂર્ત ઇન્દ્રભૂતિને છેતરી લીધો, પરંતુ હું હમણાં જ જઈ તે ધૂર્તને જીતી લઉં, અને માયાપ્રપંચથી પરાજિત કરેલા મારા વડીલ ભાઈને પાછો લઈ આવું” આ પ્રમાણે વિચાર કરી અગ્નિભૂતિ પોતાના પાંચસો શિષ્યો સાથે જલદી પ્રભુ પાસે આવ્યો. શ્રી મહાવીર પ્રભુ તેને તેના ગોત્ર અને નામ કહેવા પૂર્વક તેના મનમાં રહેલા સંદેહને પ્રગટ કરી બોલ્યા કે - “હે ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ! તને સંશય છે કે – કર્મ છે કે નથી?, આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદપદોથી થયો છે -
૩૫૫
For Private and Personal Use Only