________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
]]>
www.kebabirlh.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ
પણ જણાતો નથી; તો આત્મા છે તેની શી સાબીતી ? જો આત્મા હોય તો જેમ ઘટ-પટાદિ પદાર્થો જણાય છે તેમ જણાવો જોઈએ. જો કે ૫૨માણુઓ પણ અપ્રત્યક્ષ છે, છતાં ઘટ વિગેરે કાર્યરૂપે પરિણમેલા તેઓ પ્રત્યક્ષ જણાય છે; પરંતુ આત્મા તો તેવા કાર્યરૂપે પણ પરિણમેલો પ્રત્યક્ષ જણાતો નથી. અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કેમકે અનુમાન પ્રત્યક્ષપૂર્વક પ્રવર્તે છે. જેણે પહેલાં રસોડા વિગેરે ઠેકાણે ધૂમાડા અને અગ્નિનો સંબંધ પ્રત્યક્ષ દેખ્યો હોય, તે માણસ પર્વત પર ધૂમાડો નીકળતો દેખી પહેલાં પ્રત્યક્ષથી જાણેલા ધૂમાડા અને અગ્નિના સંબંધને સંભારે છે કે - જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય, આ પર્વત પર ધૂમાડો દેખાય છે, તેથી અગ્નિ હોવો જોઈએ. આવી રીતે પ્રત્યક્ષપૂર્વક અનુમાન થાય છે, આત્માની સાથે તો કોઈનો પણ સંબંધ પ્રત્યક્ષથી જણાતો નથી, તો પછી આત્માની સિદ્ધિ અનુમાનથી કેવી રીતે થઈ શકે ? આગમથી પણ આત્માનો નિશ્ચય થઈ શકતો નથી, કેમકે કોઈ શાસ્ત્ર જણાવે છે કે આત્મા છે અને કોઈ જણાવે છે આત્મા નથી. આવી રીતે પરસ્પર વિરુદ્ધ જણાવતાં શાસ્ત્રોમાં કયું સાચું અને કયું જૂઠું ? ઉપમા પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કેમકે ઉપમા પ્રમાણ તો નજીકના પદાર્થમાં સદશ્ય બુદ્ધિમાપન ઉત્પન્ન કરે છે. જેમ જંગલમાં ગયેલા માણસને ત્યાં રોઝ નામના જંગલી પશુને દેખી સાદૃશ્યબુદ્ધિ થાય છે કે - જેવી ગાય હોય તેવો આ પશુ છે. પણ જગતમાં આત્મા જેવો તો કોઈ પદાર્થ નથી, તો પછી કોના જેવો ૧. ધડો વસ્ર વિગેરે. ૨ દેખવામાં આવતા નથી, તેમ સ્પર્શાદિ અનુભવથી જણાતા નથી.
For Private and Personal Use Only
૩૪૮