________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમાં
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ | વ્યાખ્યાનમ્
ब्रह्मा किं ? न जरातुर स च जराभीरुन यत् सोऽतनु -
तिं दोषविवर्जिताऽखिलगुणाकीर्णोऽन्तिमस्तीर्थकृत् ॥१॥"
“વળી શું આ ચન્દ્ર હશે?, ના, ચન્દ્ર તો નથી, કારણ કે તે તો કલંકયુક્ત છે, અને આ તો કલંક રહિત છે. ત્યારે શું આ સૂર્ય હશે? ના, તે પણ નથી; કારણ કે સૂર્ય તો સામું પણ જોઈ ન શકાય એવી તીવ્ર કાંતિવાળો છે, અને આ તો સૌમ્ય કાન્તિવાળા છે. ત્યારે શું આ મેરુ હશે?, ના, તે પણ નથી; કારણ કે મેરુ તો અત્યંત કઠણ છે. અને આ તો કોમળ છે ત્યારે શું આ કૃષ્ણ હશે ?, ના, તે પણ નથી; કારણ કે કૃષ્ણ તો કાળો છે, અને આ તો સુવર્ણ જેવા દેદીપ્યમાન વર્ણવાળા છે. ત્યારે શું આ બ્રહ્મા હશે?, ના તે પણ નથી; કારણ કે બ્રહ્મા તો ઘરડા છે, અને આ તો યુવાન છે. ત્યારે શું આ જરાભીરૂ એટલે કામદેવ હશે?, ના, તે પણ નથી; કારણ કે કામદેવ તો શરીર વગરના છે, અને આમને તો શરીર છે. હા, હવે માલુમ પડ્યું કે આ તો દોષરહિત અને સર્વગુણસંપન્ન એવા છેલ્લા તીર્થકર છે II II”
પ્રભુ સાથે વાદ કરવાને આવેલા ઇન્દ્રભૂતિના હવાઈ તરંગો ઉડી ગયા, ઉલટો તે ચિંતામાં પડી ગયો, અને વિચારવા લાગ્યો કે - “અરેરે ! અત્યાર સુધી જગતના વાદીઓને જીતી વિજયપતાકા ફરકાવી મેળવેલી છે મોટાઈનું હવે મારે શી રીતે રક્ષણ કરવું? ખરેખર હું અહીં ન આવ્યો હોત તો જ ઠીક હતું; કારણ કે, સમગ્ર
જગતને જીતનાર હું આ એકને જીતવા માટે ન આવ્યો હોત તો તેમાં માનહાનિ શી થવાની હતી?, એવો તે
તો
૩૪૫
For Private and Personal Use Only