________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભી
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ
વ્યાખ્યાનનું
IRJU
હતાં, કેટલાએક હાથમાં કમંડલુ રાખ્યા હતાં, અને કેટલાએક હાથમાં દર્ભ રાખ્યાં હતાં. આવા પ્રકારના પાંચસો શિષ્યો તેની સાથે ચાલતા ચાલતા તેની આ પ્રમાણે બિરુદાવલી બોલી રહ્યા હતા - “હૈ સરસ્વતી કંઠાભરણ ! હે વાદિમતભજન ! હે વાદિતરૂભૂલનહસ્તિન્ ! હે વાદિગજસિંહ, હે વિજિતાનેકવાદ ! હે વિજ્ઞાતાખિલપુરાણ ! હે કમતાન્ધકારનભોમણે. હે વિનતાને કનરપતે ? હે શિષ્યીકતબૃહસ્પતે ! હે સરસ્વતીલબ્ધપ્રસાદ ! એવી રીતે બિરદાવલીથી દિશાઓને ગજાવી દેનાર પાંચસો શિષ્યોથી પરિવરેલો ઇન્દ્રભૂતિ ચાલતો ચાલતો વિચારવા લાગ્યો કે - “અરે ! આ ઘીઠા માણસને આવું તે શું સૂઝયું કે તેણે સર્વજ્ઞ હોવાનો આડંબર કરી મને છંછેડ્યો ! જેમ સર્પને લાત મારવા દેડકો તૈયાર થાય, બીલાડાની દાઢ પાડવા ઉંદર આદર કરે, ઐરાવણને પ્રહાર કરવા બળદ ઇચ્છે, પર્વતને તોડી નાખવા હાથી યત્ન કરે, અને કેસરીની કેશવાળી ખેંચવા સસલો તૈયાર થાય; તેમ મારા દેખતાં વળી આ લોકો આગળ પોતાનું સર્વજ્ઞપણું પ્રસિદ્ધ કરે છે ! અહો ! આણે તો વાયરા સામો ઉભો રહી અગ્નિ સળગાવ્યો, અને શરીરના સુખ માટે કૌવચને આલિંગન કર્યું ! ઠીક છે, પણ એથી શું થયું?, તેનો આવો ઘમંડ ક્યાં સુધી ટકવાનો છે?, હું હમણાં જ જઈ તેને વાદમાં નિરુત્તર કરી નાખું છું. આગીયો ત્યાં સુધી જ ચળકાટ મારે, અને ચન્દ્રમાં પણ ત્યાં સુધી જ પ્રકાશને ફેલાવે કે જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય; પણ સૂર્યનો ઉદય થતાં તો ક્યાં આગીયો
૧. જેમ જેમ સ્પર્શ થાય તેમ તેમ ખરજ વધારનાર.
તો
૩૪૩
For Private and Personal Use Only