________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
Exentwick
www.kbbatirth.org
“गता गौडदेशोद्भवा दूरदेशं, भयाद् जर्जरा गौर्जरास्त्रासमीयुः । मृता मालवीयास्तिलाङ्गास्तिलङ्गो-द्भवा जज्ञिरे पण्डिता मद्भयेन ॥१॥ अरे ! लाटजाताः क्व याताः प्रनष्टाः, पटिष्ठा अपि द्राविडा व्रीडयाऽऽर्ताः ।
अहो ! वादिलिप्सातुरे मय्यमुष्मिन्, जगत्युत्कटं वादिदुर्भिक्षमेतत् ॥२॥”
“ગૌડ દેશમાં જન્મેલા પંડિતો તો મારા ભયથી ડરીને દૂર દેશમાં ચાલ્યા ગયા છે. ગુજરાતના પંડિતો જર્જરિત થઈને ત્રાસ પામ્યા છે, મારા ભયથી માળવાના પંડિતો મરી ગયા છે, તિલંગ દેશના પંડિતો દુબળા થઈ ગયા છે, ॥૧॥ અરે ! લાટદેશના પંડિતો તો મારાથી ડરીને ક્યાંય નાસી ગયા છે, દ્રવિડ દેશના વિચક્ષણ પણ પંડિતો લજ્જાથી દુઃખી થઈ ગયા છે; અહો ! વાદીઓ મેળવવાને હું ઇચ્છાતુર હોવા છતાં અત્યારે આ જગતમાં વાદીઓનો મોટો દુકાળ પડ્યો છે।૨। આવી રીતે દરેક દેશના પંડિતોને જીતી જગતમાં વિજયપતાકા ફરકાવનારા મારી આગળ વળી સર્વજ્ઞ તરીકે અભિમાન કરનાર આ વાદી કોણ છે ?' આ પ્રમાણે વિચાર કરતા ઇન્દ્રભૂતિએ પોતાના ભાઈ અગ્નિભૂતિને કહ્યું કે – “હે અગ્નિભૂતિ ! મગ પકવતાં કોઈ કોરડુ મગનો દાણો રહી જાય તેમ દરેક વાદીઓને જીતવા છતાં આ વાદી હજુ રહી ગયો લાગે છે, માટે હું તેને વાદમાં પરાસ્ત કરવા જાઉં છું'. અગ્નિભૂતિ બોલ્યો કે- “હે વડિલ બંધુ ! કીડા સરખા દમ વગરના એ વાદીને જીતવા માટે આપને પ્રયાસ લેવાની શી જરૂર છે ?, અરે ! કમલને ઉખેડવા ઐરાવણ હાથીની જરૂર હોય જ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ
૩૪૧