________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
EXA
www.kobatirth.org
નહિ, માટે મને જ આજ્ઞા આપો, હું હમણાં જઈ તેને પરાસ્ત કરી નાખું છું”. ઇન્દ્રભૂતિએ કહ્યું કે – “જો કે તે તો મારા એક વિદ્યાર્થીથી પણ જીતી શકાય તેવો છે, પણ તે વાદીનું નામ સાંભળી મારાથી અહીં રહી શકાતું નથી. જેમ ઘાણીમાં તલ પીલતાં કોઈ તલ રહી જાય, ઘંટીમાં અનાજ દળતાં કોઈ દાણો રહી જાય, ખેતરમાં ઘાસ કાપતાં કોઈ તરણું રહી જાય, અને અગસ્ત્યઋષિને સમુદ્ર પીતાં કોઈ સરોવ૨ રહી જાય, તેમ જગતના સર્વ વાદીઓને જીતતાં આ વાદી રહી ગયો છે ! તો પણ સર્વજ્ઞ હોવાનો ખોટો ડોળ રાખનારા આને હું સહન કરી શકતો નથી; જો કે આ એક પણ જીતવો બાકી રહી જાય તો સમગ્ર વાદીઓ ન જીત્યા જ કહેવાય. સ્ત્રી એક વાર પણ સતીવ્રતથી ભ્રષ્ટ થાય તો તે હમેશાં અસતીજ કહેવાય. વળી જો આ એક પણ જીતવો બાકી રહી જાય તો સમગ્ર જગતમાં વિજયપતાકા ફરકાવી મેળવેલો મારો યશ નષ્ટ થાય; કારણ કે શરીરમાં રહેલું નાનું પણ શલ્ય પ્રાણઘાતક થાય છે, વહાણમાં પડી ગયેલું નાનું પણ કાણું આખા વહાણને ડૂબાવી દે છે, જીતી ન શકાય એવા મજબૂત કિલ્લાની એક જ ઈંટ ખસેડવાથી આખો કિલ્લો પાડી શકાય છે. માટે કે અગ્નિભૂતિ ! જગતના વાદીઓને જીતી અત્યાર સુધી મેળવેલી કીર્તિના રક્ષણ માટે આજે તો આ વાદીને જીતવા માટે જ જવું ઉચિત છે”. આ પ્રમાણે કહીને બાર તિલકવાળો સુવર્ણની જનોઈથી વિભૂષિત થયેલો, અને ઉત્તમોત્તમ પીળાં વસ્ત્રોના આડંબરયુક્ત બનેલો ઇન્દ્રભૂતિ પાંચસો શિષ્યોથી પરિવરેલો છતો શ્રી મહાવીર પ્રભુ સાથે વાદ કરવા ત્યાંથી ચાલ્યો તેના કેટલાએક શિષ્યોના હાથમાં પુસ્તકો શોભી રહ્યાં
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૪૨