________________
Shri Mahavir Jain Aradhana kes
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનનું
અને ક્યાં ચન્દ્રમા ? મદોન્મત્ત હાથી વનમાં ત્યાં સુધી જ ગર્જન કર્યા કરે કે જ્યાં સુધી કેસરીની ગર્જના ન સાંભળે. અથવા મારા ભાગ્યથી જ આ વાદી આવી પહોંચ્યો છે, મારાથી વાદીઓ દૂર દૂર નાસતા હોવાથી ઘણા વખતથી વાદી મળ્યો નહોતો, તેથી મને વાદી મેળવવાની તાલાવેલી લાગી રહી હતી; તે ઇચ્છા આજે પૂરી થઈ છે. ભૂખ્યાને ભોજન મળે તેમ મને આ વાદી મળવાથી ઘણો આનંદ થયો છે, આજે તો વાદ કરી ઘણા વખતની મારી જીભની ખરજને દૂર કરીશ. વ્યાકરણમાં હું પરિપૂર્ણ છું, સાહિત્યમાં મારી બુદ્ધિ અસ્મલિત છે, અને તર્કશાસ્ત્રમાં તો હું પારગામી છું; મેં ક્યા શાસ્ત્રમાં પરિશ્રમ નથી કર્યો ?, અરે વાદી ? હું દરેક શાસ્ત્રમાં તને પરાસ્ત કરી શકું તેમ છું”. આ પ્રમાણે અહંકારના તરંગોમાં મગ્ન થયેલો ઇન્દ્રભૂતિ ચાલતો ચાલતો શ્રી મહાવીર પ્રભુના સમવસરણમાં આવ્યો. ત્યાં ચોત્રીસ અતિશયોથી શોભી રહેલા, સુવર્ણના સિંહાસન પર બેઠેલા સુરેન્દ્રોથી પૂજાતા, સુર-નરોથી પરિવરેલા, અને અમૃતમય વાણીથી દેશના આપી છે કે રહેલા જગપૂજય શ્રી મહાવીર પ્રભુનું તેજસ્વી અને ભવ્ય મુખારવિંદ જોઈ ઇન્દ્રભૂતિ દંગ થઈ ગયો; અને પગથીયા ઉપર જ ઉભો ઉભો વિચારવા લાગ્યો કે -
“અહો ! આ તે શું બ્રહ્મા છે?, વિષ્ણુ છે? કે શંકર છે? "चन्द्रः किं ? स न यत् कलङ्ककलितः सूर्योऽपि नो तीव्ररुकु, मेरुः किं: ? न स यद् नितान्तकठिनो विष्णुर्न यत् सोऽसितः ।
૩૪૪
For Private and Personal Use Only