________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમું
1 સરખાનો મેળાપ ઠીક થયો છે! જેમ આંબાના સુગંધી મહોર ઉપર સુગંધને પીછાણનારા વિચક્ષણ ભમરાજ ગુંજારવ કરતા એક્કા થાય, પણ કાગડા તો કડવા લીંબડા ઉપર જ એક્કા થાય; તેમ આ ઉત્તમોત્તમ અને પવિત્ર યજ્ઞમંડપમાં તો સમર્થ વિચક્ષણ અને સમજુ દેવો જ એક્કા થાય, પણ આવા હલકા અને અણસમજુ દેવો તો એવા આડંબરી પાખંડી પાસે જ જાય; આમાં કાંઈ નવાઈ નથી, કેમકે જેવા યજ્ઞ હોય તેવો જ તેને બલિ મળે છે. તો પણ હું તેના સર્વજ્ઞપણાના આડંબરને સહન કરી શકે નહિ. કારણ કે – __ “व्योम्नि सूर्यद्धयं किं स्याद् गुहायां केसरिद्वयम् प्रत्याकारे च खड्गौ दौ, किं सर्वज्ञावहं स च ? ॥१॥"
“આકાશમાં શું બે સૂર્ય હોઈ શકે !, એક ગુફામાં શું બે સિંહ રહી શકે !, એક મ્યાનમાં શું બે તલવાર રહી શકે!, તેવી રીતે હું અને તે એમ બે સર્વજ્ઞ શી રીતે થઈ શકીએ !, //// ખરેખર આ કોઈ પરદેશી આવી સર્વજ્ઞાણાનો આડંબર કરી લોકોને અને દેવોને ઠગનારો ઇન્દ્રજાળીયો છે !”
હવે પ્રભુને વંદન કરી પાછા ફરતા લોકોને ઇન્દ્રભૂતિએ હાંસીપૂર્વક પૂછ્યું કે - “હે મનુષ્યો ! તમોએ તે સર્વજ્ઞ જોયો? કહો તો ખરા, તે સર્વજ્ઞ કેવો છે?, તેનું રૂપ કેવું છે?'. તેઓએ કહ્યું કે -
“यदि त्रिलोकी गणनापरा स्यात् तस्या: समाप्तिर्यदि नाऽऽयुष: स्यात् । परोपरार्द्ध गणितं यदि स्याद् गणेयनिःशेषगुणोऽपि स स्यात् ॥१॥"
૩૩૯
For Private and Personal Use Only