________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
આ અવસરે શ્રીમહાવીર પ્રભુને વંદન કરવા આકાશમાંથી ઉતરતા દેવોને જોઈ તે બ્રાહ્મણો પરસ્પર | ષષ્ઠ બોલવા લાગ્યા કે – “અહો ! આ યજ્ઞનો પ્રભાવ તો જુઓ?, આપણે મંત્રોથી બોલાવેલા આ દેવો પ્રત્યક્ષ કિ વ્યાખ્યાનમ્ થઈ યજ્ઞમંડપમાં ચાલ્યા આવે છે”. આવી રીતે યજ્ઞમંડપમાં દેવોના આગમનની રાહ જોઈ રહેલા બ્રાહ્મણો આકાશ તરફ દ્રષ્ટિ કરી જોઈ રહ્યા હતા, તેવામાં તો તે દેવોને યજ્ઞમંડપ છોડી પ્રભુ પાસે જતા જોઈ બ્રાહ્મણો ખિન્ન થઈ ગયા. ત્યાર પછી લોકોના મુખથી તેઓએ સાંભળ્યું કે - આ દેવો સર્વજ્ઞ પ્રભુને વંદન કરવા જાય છે. “સર્વજ્ઞ' એવો શબ્દ સાંભળતાં જ ઇન્દ્રભૂતિ કોપ કરીને વિચારવા લાગ્યો કે – “અરે ! શું હું સર્વજ્ઞ હોવા છતાં વળી આ કોઈ બીજો પણ પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવે છે?, કાનને અસહ્ય આવું કડવું વચન કેમ સાંભળી શકાય? કદાચ ધૂતારો આવી મૂર્ખાઓને ઠગી જાય, અને તેવા મૂર્ખ લોકો તેની પાસે જતા હોય તો ભલે જાઓ; પણ આ દેવો કેમ જાય છે! આશ્ચર્ય એ છે કે આ પાખંડીએ તો દેવોને પણ ઠગ્યા, કે જેઓ સર્વજ્ઞ એવા મને અને આ પવિત્ર યજ્ઞમંડપને છોડી તેની પાસે ચાલ્યા જાય છે ! નિર્મલ જલને છોડી દેનારા કાગડા પેઠે, અગાધ જલથી ભરેલા સરોવરને છોડી દેનારા દેડકા પેઠે, સુગંધી ચંદનને છોડી દેનારી માખીઓ પેઠે, સ્વાદિષ્ટ ફળવાળા સુંદર વૃક્ષને છોડી દેનારા ઉંટ પેઠે, મિષ્ટ દૂધપાકને છોડી દેનારા ભુંડ પેઠે, અને સૂર્યના ઝળહળતા પ્રકાશને છોડી દેનારા ઘૂવડ પેઠે, બ્રાન્તિ પામેલા આ દેવતાઓ પવિત્ર યજ્ઞમંડપને છોડી એ જ પાખંડી પાસે કેમ ચાલ્યા જાય છે? અથવા જેવો એ સર્વજ્ઞ હશે તેવા જ આ દેવતાઓ પણ જણાય છે, સરખે
૩૩૮
For Private and Personal Use Only