________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
)
1
દુઃખથી રોવા લાગી તેથી દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ, એમ ચારે પ્રકારે અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રભુએ તે ષષ્ઠ અડદના બાકળા ગ્રહણ કર્યા. પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રસન્ન થયેલા દેવોએ ત્યાં વસુધારા વિગેરે પાંચ | વ્યાખ્યાનમ્ દિવો પ્રગટ કર્યા. તત્કાલ શક્રેન્દ્ર ત્યાં આવ્યો, દેવો નાચવા લાગ્યા, ચંદનાની બેડી તૂટીને તેને ઠેકાણે સુવર્ણનાં ઝાંઝર થઈ ગયાં, પૂર્વની પેઠે સુશોભિત કેશપાશ થઈ ગયો, અને દેવોએ ચંદનાને વસ્ત્રાલંકારથી સુશોભિત ક્ય કરી દીધી. દુંદુભિના શબ્દ સાંભળી તત્કાળ ત્યાં શતાનીકરાજા, મૃગાવતી રાણી વિગેરે આવ્યાં. મૃગાવતી | ધારણીની બેન થતી હતી, તેણીએ ચંદનાને ઓળખી, આવી રીતે ચંદનાને પોતાની માસીનો મેળાપ થયો, ચંદના પોતાની સાળીની પુત્રી હોવાથી રાજા શતાનીક વસુધારા લઈ જવા તત્પર થયો, ત્યારે ઇન્દ્ર કહ્યું કે - રાજનું ! આ ધન ચંદના જેને આપે તે જ લઈ શકે'. ચંદનાએ કહ્યું કે - “મારું પુત્રી તરીકે પાલન કરનાર ન ધનાવહ શેઠ ગ્રહણ કરે’. આ પ્રમાણે ચંદનાની આજ્ઞાથી ઇન્દ્ર તે ધન ધનાવદ શેઠને આપી કહ્યું કે - “આ છે ચંદના શ્રીવીર પ્રભુની પ્રથમ સાધ્વી થશે.” એમ કહી ઇન્દ્ર પ્રભુને ભક્તિપૂર્વક નમન કરી પોતાને સ્થાને | ગયો. પછી રાજા શતાનીકે ચંદનાને આદરપૂર્વક પોતાને ઘેર લઈ જઈ કન્યાઓના અંતઃપુરમાં રાખી.
કૌશાંબીથી વિહાર કરી પ્રભુ સુમંગલ નામના ગામે પધાર્યા, ત્યાં સનતકુમાર ઇન્દ્ર આવી પ્રભુને વંદન છે કર્યું. ત્યાંથી વિહાર કરતા કરતા પ્રભુ અનુક્રમે ચંપાનગરી પધાર્યા, ત્યાં સ્વાતિદત્ત નામના બ્રાહ્મણની અગ્નિહોત્ર માં શાલામાં ચોમાસી તપ સ્વીકારી પ્રભુ બારમું ચાતુર્માસ રહ્યા. તે ચાર મહિના રાત્રિએ પૂર્ણભદ્ર અને માણિભદ્ર
૩૨૨
For Private and Personal Use Only