________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પૂર્વ મવર) એટલે અનેક દુઃખનું કારણ હોવાથી મિથ્યાત્વરૂપ શલ્યમાં; આ પ્રમાણે ભાવને આશ્રીને ક્રોધાદિમાં પ્રભુને પ્રતિબંધ નથી. એટલે કદાગ્રહના વશથી ‘હું ક્રોધ-માન વિગેરેને ત્યજતો નથી' ઇત્યાદિ સ્વરૂપે પ્રભુને મિ
વ્યાખ્યાનમુ સંસારનો પ્રતિબંધ કરનાર આશયરૂપ પ્રતિબન્ધ નથી. ઉપર બતાવેલા દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવમાં કોઈને વિષે પણ તે ભગવંતને “આ મારું છે' ઇત્યાદિ સ્વરૂપે સંસારનો બંધ કરનાર આશયરૂપ પ્રતિબન્ધ નથી II૧૧૮.
(સે ) તે ભગવંત (વાસાવાસવM) વર્ષાકાલમાં જે વાસ એટલે રહેવું તેને વર્જીને (ત્ર - હેમતિ માસે) બાકીના ગ્રીષ્મ એટલે ઉષ્ણકાલના અને હેમંત એટલે શીતકાલના આઠ મહિનાઓમાં (જાને
RIU) ગામને વિષે એક રાત્રિ (નરે પંજરાપુ) અને નગરને વિષે પાંચ રાત્રિ અર્થાતુ - તે ભગવંત વર્ષાકાલના ચાર માસ એક સ્થાને રહેતા, અને બાકીના આઠ માસ વિહાર કરતા; તે આઠ મહિનામાં ગામને વિષે એક રાત્રિ, અને નગરને વિષે પાંચ રાત્રિ સુધી રહેતા. વળી શ્રમણ ભગવાન મહાવીર કેવા છે? - (વાસી-
વંસમાપા) કુહાડામાં અને ચંદનમાં તુલ્ય અધ્યવસાયવાલા, અથવા કુહાડા અને ચંદન જેવા અપકાર અને ઉપકાર કરનારા ઉપર પ્રભુ દ્વેષ અને રાગ રહિત હોવાથી તે બન્ને તરફ તુલ્ય અધ્યવસાવવાળા, (સતામખિતેવજી તૃણ અને મણિ તેમ જ પત્થર અને કાંચન ઉપર સમાન દૃષ્ટિવાળા; (સમસુહતુવો) સુખ અને દુઃખમાં પણ સમાન દૃષ્ટિવાળા, (ત્નોન-રત્નો ધ્વવિદ્ધ) આ લોક અને પરલોકમાં
૩૩૧
For Private and Personal Use Only