________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનનું
( ઉત્તર ગુ) અનુપમ મનોગુપ્તિ વિગેરે ગુપ્તિ વડે, (૩yત્તરાણ તુv) ઇચ્છાની નિવૃત્તિરૂપ અથવા મનની પ્રસન્નતા રૂપ એવી અનુપમ તુષ્ટિ એટલે સંતોષ વડે, (૩પુરે સત્ત-સંગમ-તરસુરિયસવજિયપત્નનિવામ) સત્ય, સંયમ અને તપને સારી રીતે આચરવાથી પુષ્ટ થયેલા મુક્તિરૂપી ફળવાળા ત્રણ રત્ન સ્વરૂપ અનુપમ નિર્વાણ માર્ગ વડે; આવી રીતે સમગ્ર ગુણોના સમૂહ વડે (૩ખા મામા) | પોતાના આત્માને ભાવતા ભગવાન્ મહાવીરને (કુવાનિસ સંવછરાડું વતા ) બાર વરસ વીતી ગયાં.
શ્રી મહાવીર પ્રભુએ છદ્મસ્થ અવસ્થામાં જે તપ કર્યા તેમની સંખ્યા, તથા પારણા કર્યા તેની સંખ્યા આ પ્રમાણે – એક છમાસી, એક-પાંચ દિવસ ઓછાનો છમાસી. નવ ચાર માસી, બે ત્રણમાસી, બે અઢી માસી, છ બેમાસી, બે દોઢમાસી, બાર માસક્ષપણ, બહોતેર પક્ષક્ષપણ, બાર અઠમ, બસો અને ઓગણત્રીસ છટ્ઠ, એક સર્વતોભદ્રપ્રતિમા-દસ દિવસના પ્રમાણની, એક મહાભદ્ર પ્રતિમા-ચાર દિવસના પ્રમાણની, એક ભદ્ર પ્રતિમા બે દિવસના પ્રમાણની, ત્રણસો અને ઓગણપચાસ પારણાના દિવસ, અને એક દીક્ષાનો દિવસ. આ પ્રમાણે પ્રભુએ બાર વરસ અને સાડા છ માસ સુધીમાં જે જે તપ કર્યા તે સઘળાં જળ રહિત જ કર્યા. જઘન્યમાં જઘન્ય તપ છઠનો કર્યો, કોઈ પણ વખત એક ઉપવાસ કરીને પારણું કર્યું નથી, શ્રી પ્રભુએ નિત્ય ભોજન તો કોઈ વખત કર્યું જ નથી.
(તેરસમસ સંવછરસ સંતરા વારસ) આ પ્રમાણે તેરમા વરસની મધ્યમાં વર્તતા શ્રમણ ભગવાનું
૩૩૩
For Private and Personal Use Only