________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit થa
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનનું
નાઠો.પાછળથી ધણી વગરની થઈ પડેલી ચંપાનગરીને શતાનીક રાજાના સુભટોએ લૂંટવા માંડી, તેઓમાં એક સુભટે દધિવાહન રાજાની રાણી ધારિણીને અને તેની પુત્રી વસુમતીને પકડી પોતાના કબજામાં રાખી. તે સુભટે ધારિણીને સ્ત્રી તરીકે રાખવાનું કહેવાથી ધારિણી તુરત પોતાની જીભ કચરીને મરી ગઈ. ત્યાર પછી સુભટે વસુમતીને આશ્વાસન આપી પુત્રી તરીકે રાખવાનું સમજાવી કૌશાંબીમાં લાવી બજારમાં વેચવાને રાખી. તે વખતે તે રસ્તેથી જતા ધનાવહ શેઠે સુભટને ધન આપી વસુમતીને પોતાના ઘેર લઈ જઈ પુત્રી તરીકે રાખી. તે બાલાના વિનયાદિ ગુણોથી અને ચંદન જેવી શીતલ વાણીથી રંજિત થયેલા શેઠે પરિવાર સાથે મળી તેણીનું ચંદના એવું નામ પાડ્યું. એક વખતે શેઠ મધ્યાહન સમયે દુકાનેથી ઘેર આવ્યો, ત્યારે દૈવયોગે કોઈ નોકર હાજર નહોતો, તેથી વિનીત ચંદના ઉભી થઈ, અને શેઠ વારવા છતાં પિતૃભક્તિથી શેઠના પગ ધોવા પ્રવર્તી. તે વખતે ચંદનાનો ચોટલો છૂટી જવાથી તેણીના કેશ જળથી ભીની થયેલી ભૂમિમાં પડ્યા, ત્યારે ‘આ પુત્રીના કેશ ભૂમિના કાદવથી મેલા ન થાઓ’ એમ ધારી શેઠે સહજ સ્વભાવે તે કેશને વષ્ટિથી ઉંચા કર્યા, અને પછી આદરથી બાંધી લીધા. ગોખમાં બેઠેલી શેઠની પત્ની મૂલાએ આવી ચેષ્ટા જોઈ વિચાર્યું કે - “આ યુવતી બાલાનો કેશપાશ શેઠે પોતે બાંધ્યો !, જેમનો પિતા-પુત્રી તરીકે સંબંધ હોય તેમની આવી ચેષ્ટા હોય જ નહિ, તેથી શેઠની બુદ્ધિ આ સુંદર બાલાને પોતાની પત્ની તરીકે રાખવાની જણાય છે ! વળી આ બાલા ઉપર શેઠનો સ્નેહ ઘણો છે, તેથી ઘરની ધણીયાણી આ જ થશે, અને હું તો નકામી થઈ
૩૨૦
For Private and Personal Use Only