________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
રહ્યા. આ વખતે ચમરેન્દ્ર ગર્વ કરીને શક્રને જીતવા ઉંચો સૌધર્મલોકમાં ગયો, તેથી શકે કોપ કરી તેના પર વજ છોડ્યું. વજથી ભયભીત બનેલો ચમરેન્દ્ર તુરત પ્રભુના ચરણકમલમાં આવીને પડ્યો, અને બચી ગયો ત્યાંથી અનુક્રમે વિહાર કરતા પ્રભુ કૌશાંબી નગરી પધાર્યા. ત્યાં શતાનીક નામે રાજા હતો. તેને મૃગાવતી નામે રાણી, વાદી નામે ધર્મપાઠક, અને સુગુપ્ત નામે પ્રધાન હતો. સુગુપ્તને નંદા નામે પરમ શ્રાવિકા સ્ત્રી હતી, નંદા મૃગાવતીની સખી હતી. મૃગાવતીની વિજયા નામે પ્રતિહારી હતી. તે નગરીમાં ધનાવહ નામે શેઠ હતો, તેને મૂલા નામે સ્ત્રી હતી. હવે શ્રમણ ભગવાનું મહાવીર આ નગરીમાં પધાર્યા ત્યારે પોષ વદ એકમ હતી. તે દિવસે પ્રભુએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી એમ ચારે પ્રકારે ઉગ્ર અભિગ્રહ લીધો. તે આ પ્રમાણે; “દ્રવ્યથી-સૂપડાના ખૂણામાં રહેલ અડદ આપે તો વહોરવા. ક્ષેત્રથી-એક પગ ઉમરામાં અને એક પગ બહાર રાખીને આપે તો વહોરવું. કાલથી ભિક્ષાચરો ભિક્ષા લઈ ગયા પછીના સમયે મળે તો વહોરવું. ભાવથી - કોઈ રાજકુમારી દાસીપણાને પામી હોય, મસ્તક મુંડાવ્યું હોય, પગમાં બેડી હોય, રોતી હોય, અને અઠમ તપ કર્યો હોય, આવા પ્રકારની સતી સ્ત્રી જો વહોરાવે તો વહોરવું” આ પ્રમાણે પરીષહ સહન કરવા કઠણ અભિગ્રહ સ્વીકારી પ્રભુ તે નગરીની અંદર ભિક્ષા માટે ફરે છે, તે નગરીનો રાજા, પ્રધાન વિગેરે ઘણા ઉપાય કરે છે પણ ચાર મહિના વ્યતીત થવા છતાં પ્રભુનો અભિગ્રહ પૂરો થયો નહિ. આ અરસામાં શતાનીક રાજાએ ચંપાનગરી ઉપરચડાઈ કરી લશ્કરથી ઘેરી લીધી, તેથી ચંપાપતિ દધિવાહન રાજા
૩૧૯
For Private and Personal Use Only