________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
VAEX
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ હીરા વ્યાખ્યાનમ્
આટલો વખત સૌધર્મવાસી દેવ-દેવીઓ આનંદ રહિત થઈ ઉગ ધરીને રહ્યા હતા. શક્રેન્દ્ર પણ ગાયન, હીમ નાચ વિગેરેથી વિમુખ બની, “અહો ! મેં પ્રભુની પ્રશંસા કરી, તેથી જ તે નીચ સંગમે પ્રભુને ઉપસર્ગો કર્યા,
| તેથી પ્રભુને ઉપસર્ગો થવાનું કારણ હું જ થયો”, એમ ચિંતવતો, દીનદષ્ટિવાળો હાથ ઉપર મસ્તક ટેકવી થી દુઃખપૂર્ણ વ્યગ્ર ચિત્તે બેઠો હતો. હવે છ મહિના સુધી ઘોર ઉપસર્ગો કરવા છતાં પ્રભુને ચલાયમાન ન કરી
શકવાથી ભ્રષ્ટ થયેલી પ્રતિજ્ઞાવાળા અને શ્યામ મુખવાળા તે અધમ સંગમદેવને આવતો દેખી ઇન્દ્ર તેનાથી પરામુખ થઈ દેવો પ્રતિ બોલ્યો કે - “હે દેવો ! કર્મચંડાલ પાપાત્મા આવે છે, એ નીચ દેવનું મુખ જોવામાં આવે તો પણ મહાપાપ લાગે. એણે આપણા સ્વામીને ઘણી કદર્થના કરીને મારો મોટો અપરાધ કર્યો છે, એ | પાપી જેમ આપણાથી ડર્યો નહિ. તેથી અપવિત્ર એ દુરાત્માને સ્વર્ગમાંથી જલદી કાઢી મૂકો”. આ પ્રમાણે કહી ક્રોધથી ઇન્દ્ર તેને ડાબા પગની લાત મારી ફીટકાર આપ્યો. તે વખતે ઇન્દ્રના હથિયારબંધ સુભટો લાકડી, પાટુ, મુષ્ટિ વિગેરેથી પ્રહાર કરતા છતા તેને ધક્કા મારી સભામાંથી બહાર કાઢવા લાગ્યા, દેવીઓ પોતાના હાથની આંગળીઓ મરડતી છતી આક્રોશ કરવા લાગી, સામાનિક દેવો હાંસી કરવા લાગ્યા. આવી રીતે ચોતરફથી તિરસ્કાર પામતો સંગમ ચોરની જેમ આમ-તેમ જોતો છતો, ઠરી ગયેલા અંગારાની પેઠે નિસ્તેજ થઈ ગયેલો, અને પરિવાર વગરનો, એકલો, હડકાયા કૂતરાની પેઠે દેવલોકમાંથી કાઢી મૂકાયેલો | ત્યાંથી પ્લાનમુખે મેરુપર્વતની ચૂલા ઉપર ગયો. ત્યાર પછી તેની અગ્રમહિષી-દેવીઓએ દીનમુખે ઇન્દ્રને
૩૧૭
For Private and Personal Use Only