________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમું
સવાર થતાં પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. પ્રભુ વિહાર કરીને જયાં જ્યાં જતા ત્યાં ત્યાં સંગમદેવ આહારને અનેષણીય કરી નાખતો, તથા બીજા પણ વિવિધ પ્રકારના ઉપસર્ગો કરતો. આવી રીતે છ મહિના સુધી તે દુષ્ટ દેવે કરેલા ઉપસર્ગોને સહન કરતા પ્રભુએ છ મહિના સુધી ઉપવાસ કર્યા. એક વખતે વિચરતા છતા પ્રભુ વ્રજ નામના ગામમાં આવ્યા. પ્રભુએ વિચાર્યું કે હવે છ મહિને તે દેવ ગયો હશે' એમ વિચારી છમાસી તપનું પારણું કરવા દેવામાં તે વ્રજ ગામના ગોકુલમાં ગોચરી માટે ગયા, ત્યાં પણ તે દેવે આહારને અષણીય કરી નાખ્યો. પ્રભુ જ્ઞાનથી તે દેવે કરેલી અનેષણા જાણી તુરત પાછા ફરી તે ગામની બહાર આવી પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યારે તે દેવે અવધિજ્ઞાનથી જોયું તો પ્રભુના અસ્મલિત વિશુદ્ધ પરિણામ જોયા. તેણે વિચાર્યું કે -
અહો ! છ મહિના સુધી નિરંતર ઉપસર્ગો કરવા છતાં આ મુનિ ચલિત થયા નહિ, અને હજુ પણ ગમે તેટલા ઉપસર્ગ કરીશ તો પણ ચલિત થાય તેમ નથી.” એમ વિચારી તે દેવ ખિન્ન મનવાળો થઈ, પ્રભુને નમી, કરેલા અપરાધથી લજ્જા પામી પ્લાનમુખે બોલ્યો કે – “હે સ્વામી ! શક્રેન્દ્ર સુધર્માસભામાં આપના સત્ત્વની જેવી પ્રશંસા કરી હતી તેવા જ સત્ત્વશાળી આપને મેં પ્રત્યક્ષ અનુભવ્યા. હે પ્રભુ ! મેં આપના ઘણા અપરાધ કર્યા, તેની ક્ષમા કરો'. આ પ્રમાણે કહી, વીલખો થઈ શક્રની બીકથી પ્રભુને વંદન કરી તે સૌધર્મ દેવલોક તરફ ચાલ્યો. ત્યાર પછી તે જ ગોકુલમાં જતા પ્રભુને ઘરડી ગોવાળણે દૂધપાકથી પારણું કરાવ્યું, તે દાનથી સંતુષ્ટ થયેલા દેવોએ ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવો પ્રગટ કર્યા.
For Private and Personal Use Only