________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નામના બે યક્ષો ભક્તિથી પ્રભુની સેવા કરવા આવતા. ત્યાંથી વિહાર કરી પ્રભુ જૈભિકા ગામે પધાર્યા. ત્યાં
ષષ્ઠ શક્રેન્દ્ર આવી પ્રભુ પાસે ભક્તિપૂર્વક નાટારંભ કર્યો. પછી તે બોલ્યો કે - “હે જગતગુરુ! હવે આટલા દિવસમાં ફિ વ્યાખ્યાનમ્ આપને કેવલજ્ઞાન થશે'. આ પ્રમાણે કહી પ્રભુને નમન કરી ઇન્દ્ર પોતાને સ્થાને ગયો. ત્યાંથી વિહાર કરી પ્રભુ મિઢિક ગામ ગયા, ત્યાં અમરેન્દ્ર આવી વંદન કર્યું, અને સુખશાતા પૂછી પોતાને સ્થાને ગયો.
મિઢિક ગામથી વિહાર કરી પ્રભુ પમાનિ નામના ગામે પધાર્યા, ત્યાં ગામની બહાર પ્રતિમા ધરીને રહ્યા. પ્રભુના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં-ત્રિપૃષ્ઠ વાસુદેવે શવ્યાપાલના કાનમાં તપાવેલા સીસાનો રસ રેડાવી ઉપાર્જન કરેલું અશાતાવેદનીય કર્મ પ્રભુને આ સમયે ઉદયમાં આવ્યાં તે શવ્યાપાલનો જીવ ઘણા ભવભ્રમણ કરી આ ગામમાં ગોવાળીઓ થયો હતો. તે ગોવાળીઓ રાત્રિએ પ્રભુને ગામની બહાર રહેલા જોઈ પોતાના બળદોને પ્રભુ પાસે મૂકી ગાયો દોહવા ગામમાં ગયો. ગોવાળ ગયા પછી બળદો તો ચરવા માટે અટવીમાં દૂર ચાલ્યા ગયા. હવે પેલો ગોવાળીયો ગાયો દોહીને પાછો પ્રભુ પાસે આવ્યો, પણ બળદોને ન જોવાથી પ્રભુને પૂછવા લાગ્યો કે - “હે દેવાર્ય ! મારા બળદ ક્યાં છે?' આવી રીતે બે ત્રણ વખત પૂછ્યું, પરંતુ મૌન રહેલા પ્રભુ તરફથી કાંઈ પણ ઉત્તર ન મળ્યો ત્યારે તે ગોવાળે પ્રભુ ઉપર ક્રોધ કરીને, જેનાં તીર થાય છે તે શરકટ-વૃક્ષના કાષ્ટના બે ખીલા બનાવી પ્રભુના બન્ને કાનમાં નાખ્યા; પછી તે બન્ને ખીલાને તેણે તાડન કરી પ્રભુના કાનમાં એટલા તો ઉંડા પેસાડી દીધા કે કાનની અંદર ગયેલા તે બન્ને ખીલાઓના અગ્રભાગ
૩૨૩
For Private and Personal Use Only