________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
પેઠે પાંચે ઇન્દ્રિયોને કાબુમાં રાખનારા, (વિસાળું વ ાનાપુ) ગેંડાના શીંગડાની પેઠે એકલા, અર્થાત્ ગેંડાને જેમ એક જ શીંગડું હોય છે, તેમ ભગવાન પણ રાગ-દ્વેષરહિત હોવાથી એકાકી, (વિટ્ટમ વ વિઘ્નમુવલ્વે) પરિગ્રહરહિત હોવાથી અને અનિયત નિવાસ હોવાથી પંખીની પેઠે મોકળા-છુટા (મામંડપવીવ ગપ્પમત્તે) જરા પણ પ્રમાદ ન કરતા ભારંડપક્ષીની પેઠે અપ્રમાદી (ભુંગરો રૂવ સોંડી) કર્મરૂપીશત્રુઓ હણવાને હાથીની જેવા શૂરવી૨, (વસમો રૂવ નાયયામે) સ્વીકારેલા મહાવ્રતના ભારને વહન કરવામાં સમર્થ હોવાથી વૃષભની પેઠે પરાક્રમવાળા, (સૌદો ફવ યુદ્ધસેિ) પરિષહાદિરૂપ પશુઓ વડે પરાજય ન પામતા હોવાથી સિંહની જેમ દુર્ઘર્ષ એટલે પરાભવ ન પામે એવા, (મંત્રો વ ળને) સ્વીકારેલા તપ-સંયમમાં દૃઢ રહેવાથી અને ઉપસર્ગો રૂપી વાયરાઓ વડે ચલાયમાન ન થતા હોવાથી મેરુપર્વતની જેવા નિશ્ચલ, (સાગરો વ ગૅમી) હર્ષનાં અને વિષાદનાં કારણો પ્રાપ્ત થતાં પણ વિકારરહિત સ્વભાવવાળા હોવાથી સાગરની પેઠે ગંભીર, (ચંદ્દો વ સોમલેસે) ૫૨ને શાંતિ પમાડવાને મનના પરિણામવાળા હોવાથી ચન્દ્રમા પેઠે સૌમ્ય લેશ્યાવાળા; (સૂરો રૂવ વિત્તતે) દ્રવ્યથી શરીરની કાંતિ વડે અને ભાવથી જ્ઞાન વડે ઝળહળતા તેજવાળા હોવાથી સૂર્યની પેઠે દેદીપ્યમાન તેજવાળા, (ગજ્વળનું વ નાયવે) મેલ દૂર થવાથી પોતાના સ્વરૂપમાં આવી ચળકાટ મારી રહેલા ઉત્તમ સુવર્ણની પેઠે કર્મરૂપી મેલ નષ્ટ થવાથી અતિદીપ્ત સ્વરૂપવા, (વસુંધરા ફૅવ સવાસવિસદે)
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૨૮