________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
la
એક બીજાને મળી ગયા. ત્યાર પછી તે ખીલાઓને કોઈ ખેંચીને કાઢી શકે નહિ, એવા નિર્દય ઇરાદાથી તે Aિ ષષ્ઠ દુષ્ટ ગોવાળ બન્ને ખીલાઓના બહાર દેખાતા ભાગને કાપી ચાલ્યો ગયો. આ પ્રમાણે ઘોર ઉપસર્ગ થવા છતાં વ્યાખ્યાનમુ ધ્યાનમગ્ન પ્રભુ સમભાવથી જરા પણ ડગ્યા નહિ.
ત્યાંથી વિહાર કરી પ્રભુ મધ્યમ અપાપા નગરીમાં આવ્યા, અને ત્યાં પારણાને માટે સિદ્ધાર્થ નામના વૈશ્યને ઘેર પધાર્યા. પ્રભુને દેખી સિદ્ધાર્થે વંદન તથા નમસ્કાર કર્યો, પછી તેણે ભક્તિથી પ્રભુને પારણું કરાવ્યું. પ્રભુ સિદ્ધાર્થને ઘેર પધાર્યા તે વખતે ત્યાં સિદ્ધાર્થનો મિત્ર ખરક નામનો વૈઘ બેઠો હતો તે પ્રભુને દેખી બોલ્યો કે - “અહો ! આ ભગવંતનું શરીર સર્વલક્ષણે સંપૂર્ણ છે, પણ કાંઈક પ્લાન જણાતું હોવાથી શલ્યવાળું હોય એમ લાગે છે, સિદ્ધાર્થે સંભ્રમથી કહ્યું કે – “જો એમ હોય તો બરાબર તપાસ કરીને કહે કે ભગવંતના શરીરમાં કયે ઠેકાણે શલ્ય છે?' પછી તે નિપુણ વૈધે પ્રભુના બધા શરીરની તપાસ કરી, તો બન્ને કાનમાં ખીલા નાખેલા જોયા એટલે તે સિદ્ધાર્થને પણ બતાવ્યા. સિદ્ધાર્થે કહ્યું કે - “હે મિત્ર ! મહાતપસ્વી પ્રભુનું આ શલ્ય તુરતમાં દૂર કરવું જોઈએ, આ શુભ કાર્ય કરવાથી આપણે બન્નેને પુણ્ય થશે; માટે બીજાં કાર્ય પડતાં મૂકી સત્વર તું પ્રભુની ચિકિત્સા કર'. આ પ્રમાણે તેઓ બન્ને વાતચીત કરે છે તેવામાં તો, પોતાના શરીરમાં પણ નિરપેક્ષ પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા, અને બહાર ઉદ્યાનમાં આવી શુભધ્યાનમાં પરાયણ થયા. ત્યાર પછી સિદ્ધાર્થ શેઠ અને ખરકવૈદ્ય ઔષધ વગેરે લઈ સત્વર ઉદ્યાનમાં ગયા. વૈદ્યકળામાં કુશળ |
ય
૩૨૪
For Private and Personal Use Only