________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમુ
ele|
અને સત્ત્વ દેખી સંતુષ્ટ થયો છું. માટે આપને જે જોઈએ તે માગી લ્યો. કહો તો આપને સ્વર્ગમાં લઈ જાઉં, અને કહો તો મોક્ષમાં લઈ જાઉં”. આવી રીતે મીઠા શબ્દો બોલી તે સંગમદેવે ઘણે પ્રકારે પ્રભુને લોભાવ્યા, છતાં નિર્લોભી પ્રભુ ધ્યાનથી ચલિત ન થયા; ત્યારે તેણે તત્કાલ કામદેવની સેના જેવી દેવાંગનાઓ વિકુર્તી તે દેવાંગનાઓ હાવભાવાદિ ઘણા અનુકૂલ ઉપસર્ગો કરવા લાગી, છતાં પ્રભુ જરાપણ ક્ષોભ ન પામતાં ધ્યાનમાં જ અચલ રહ્યા ૨૦. આવી રીતે તે દુષ્ટ સંગમદેવે એક રાત્રિમાં મોટા મોટા વીસ ઉપસર્ગો કર્યા, છતાં જગતુબંધુ પ્રભુએ તો તેના તરફ દયાર્દષ્ટિ રાખી, અને ધ્યાનમાં અચલ રહી ક્રોધનો અંશ પણ આવવા દીધો નહિ. અહીં કવિ ઉસ્નેક્ષા કરે છે કે -
“बलं जगद् ध्वंसन-रक्षणक्षम, कृपा च सा सङ्गामके कृतागसि ।
इतीव संचिन्त्य विमुच्य मानसं, रूषेव रोषस्तव नाथ ! निर्ययौ ॥१॥" “હે નાથ! આપનું બળ જગતનો નાશ કરવા અને જગતનું રક્ષણ કરવા સમર્થ હતું, છતાં આપનો મહા Aિ અપરાધ કરનાર સંગમદેવ ઉપર પણ આપે કોઈ અલૌકિક કૃપા કરી. આ પ્રમાણે વિચારીને જાણે રોષ કરીને ક્રોધ આપના મનને ત્યજીને ચાલ્યો ગયોI/૧” અર્થાત્ ક્રોધે વિચાર્યું કે- આટલું આટલું બળ હોવા છતાં ખરે વખતે | પણ પ્રભુએ મારો જરા પણ ઉપયોગ ન કરતાં છેવટ સુધી દયાનો જ ઉપયોગ કર્યો, તો પછી મારે પ્રભુના ! ચિત્તમાં શા માટે નકામો નિવાસ કરવો?, એમ રોષ લાવીને જાણીને ક્રોધ પ્રભુનું ચિત્ત ત્યજીને ચાલ્યો ગયો.
૩૧૫
For Private and Personal Use Only