________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે
વિદારવા લાગ્યો ૧૨. છતાં પણ પ્રભુને ધ્યાનમાં અડગ રહેલા જોઈ તે દેવે પ્રભુના માતા-પિતા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલામાતાનું રૂપ વિકર્યું. તેઓ કરુણવિલાપ કરવા લાગ્યા કે - હે પુત્ર ! તેં આવી દુષ્કર દીક્ષા શા માટે લીધી ?, અમે ઘણાં દુઃખી થઈ જ્યાં ત્યાં રઝળીએ છીએ, માટે નિરાધાર થઈ ભટકતા એવા અમારી તું સાર કર, હે પુત્ર ! તું ડાહ્યો છતાં અત્યારે અમારી સામું પણ કેમ જોતો નથી ? ૧૩. આવા કરુણવિલાપથી પણ જ્ઞાની પ્રભુનું મન લિપ્ત થયું નહિ, ત્યારે તે દેવે એક છાવણી વિકુર્તી. તે છાવણીના માણસોએ પ્રભુના પગ વચ્ચે અગ્નિ સળગાવી ભાત રાંધવા પગ ઉપર વાસણ મૂક્યું, અગ્નિ એટલો બધો વધારી દીધો કે કે પ્રભુના પગ નીચે પણ બળવા લાગ્યો ૧૪. છતાં એકાગ્રધ્યાને રહેલા પ્રભુ ક્ષોભ ન પામ્યા, ત્યારે તે નિર્દય દેવે એક ચંડાલ વિકર્યો. ચંડાલે પ્રભુની ડોકમાં, બે કાનમાં, બે ભુજામાં, અને જંઘા વિગેરે અવયવો ઉપર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. તે પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહાર એટલા બધા કર્યા કે, જેથી પ્રભુનું શરીર પાંજરા જેવું સેંકડો છિદ્રવાળું થઈ ગયું ૧૫. તે ઉપસર્ગથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા, ત્યારે તેણે પ્રચંડ પવન વિકર્યો, પર્વતોને પણ કંપાવતા તે પવને પ્રભુને ઉપાડી ઉપાડીને નીચે પછાડ્યા ૧૬. તેવા ઉગ્ર વિ પવનથી પણ પ્રભુ ચલિત ન થયા, ત્યારે તેણે તત્કાલ વંટોળીયો વાયુ વિકર્યો. તે વંટોળીયાએ કુંભારના ચાકડા પર રહેલા માટીના પીંડની પેઠે પ્રભુને ખૂબ ભમાડ્યા ૧૭. છતાં ધ્યાનના તાનમાં તન્મય બનેલા પ્રભુએ જરા પણ ધ્યાન છોડ્યું નહિ. સંગમદેવે વિચાર્યું કે – “ઉપસર્ગ કરી કરીને થાક્યો, પણ વજ્ર જેવા કઠીન
For Private and Personal Use Only
ષષ્ઠ
વ્યાખ્યાનમ્
૩૧૩