________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
ભાસ ઘણા દેવોના મનમાં ઠસી જશે, માટે અત્યારે આ દુષ્ટને જતો અટકાવવો ઠીક નથી’. એમ વિચારી સમયને માન આપી ઇન્દ્ર મૌન રહ્યો. હવે પ્રભુને ચલાયમાન કરવા ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી ક્રોધથી ધમધમી રહેલો તે સંગમદેવ તુરત સભામાંથી ઉઠી ધ્યાનમાં સ્થિર રહેલા પ્રભુની પાસે આવ્યો. પ્રભુની શાંત મુદ્રા દેખવા છતાં તે પાપી દેવ શાંતિને બદલે અધિક દ્વેષ પામ્યો, અને તેણે તત્કાલ ધૂળની વૃષ્ટિ કરી. તે ધૂળથી પ્રભુનું આખું શરીર ઢાંકી દીધું, અને નાસિકા, આંખ, કાન વિગેરે શરીરનાં દ્વાર એવાં તો પૂરી દીધાં કે પ્રભુનો શ્વાસોચ્છ્વાસ પણ રુંધાઈ ગયો ૧. છતાં પ્રભુ જરા પણ ચલાયમાન થયા નહિ, ત્યારે ધૂળને દૂર ખસેડી તે દુષ્ટે વજ્ર જેવી કઠોર મુખવાળી કીડીઓ ઉત્પન્ન કરી. તે કીડીઓએ પ્રભુના શરીરને વીંધી વસ્ત્રમાંથી સોય નીકળે તેમ એક બાજુથી પેસી બીજી બાજુ આરપાર નીકળી આખું શરીર ચારણી જેવું કરી નાખ્યું ૨. આ પ્રમાણે કીડીઓનો ઉપસર્ગ ક૨વા છતાં ક્ષમાસાગર પ્રભુ ચલિત થયા નહિ, ત્યારે તે સંગમદેવે પ્રચંડ ડાંસ બિકુર્વ્યા. તેઓના પ્રહારથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું સફેદ રુધિર ઝરવા લાગ્યું ૩. છતાં જ્યારે તેઓથી પણ પ્રભુ ક્ષોભ પામ્યા નહીં, ત્યારે તેણે તીક્ષ્ણ મુખવાળી ઘીમેલો વિકુર્તી. તે ઘીમેલો પ્રભુના શરીરે એવી તો સજ્જડ ચોંટીને વીંધવા લાગી કે આખું શરીર ઘીમેલમય દેખાવા લાગ્યું ૪. ઘીમલોથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા ત્યારે તેણે વીંછી વિધુર્યા. પ્રલયકાલના અગ્નિના તણખા જેવા વીંછીઓ પુચ્છના કાંટાઓથી ભગવંતના શ૨ી૨ને ભેદવા લાગ્યા ૫. તેઓથી પણ પ્રભુ વ્યાકુલ થયા નહિ, ત્યારે તેણે નોલીયા વિકુર્વ્યા.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
વ્યાખ્યાનમ્
૩૧૧