________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
‘ખીં ! ખીં !' એવા શબ્દો કરતાં તેઓ દોડીને ઉગ્ર દાઢો વડે ભગવંતના શરીરમાંથી તોડી તોડીને માંસના ટુકડા જુદા પાડવા લાગ્યા ૬. તેઓથી પણ પ્રભુને ચલાયમાન ન થયેલા દેખી તે દેવે ભયંકર સર્પો વિકર્યા. તે સર્વોએ શ્રીમહાવી૨ પ૨માત્માને પગથી માથા સુધી વીંટી લીધા, અને ફણાઓ ફાટી જાય તેવો જોરથી પ્રભુ ઉપર ફણાઓના પ્રહાર કરવા લાગ્યા, તથા દાઢો ભાંગી જાય તેટલા બળથી ડસવા લાગ્યા ૭. જ્યારે બધું ઝેર વમન કરી નિર્બલ બની તે સર્પો દોરડાની જેમ લટકી રહ્યા, ત્યારે તે દેવે ઉંદરો ઉત્પન્ન કર્યા. તેઓ નખ અને દાંતથી પ્રભુને અંગને ખણવા લાગ્યા, અને તેની ઉ૫૨ મૂત્ર કરીને પડેલા ઘા ઉપર ખાર નાખવા લાગ્યા ૮. ઉંદરોથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા ત્યારે તે દેવે અધિક ક્રોધ કરી મદોન્મત્ત હાથી વિકર્યો તે હાથી પ્રભુના શરીરને સૂંઢથી પકડી આકાશમાં ઉછાળી દંતશૂળથી ઝીલી લઈ દાંત વડે પ્રહાર કરવા લાગ્યો, અને પગથી કચરવા માંડ્યો ૯. છેવટે હાથી પણ પ્રભુને ક્ષોભ ન પમાડી શક્યો ત્યારે તે દેવે હાથણી વિકુર્તી તે હાથણીએ પ્રભુને તીક્ષ્ણ દાંતથી ઘણા પ્રહાર કર્યા અને પ્રભુના શરીરને પગથી કચરી નાખ્યું ૧૦. જ્યારે હાથણીથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા, ત્યારે તે અધમ દેવે ભયંકર પિશાચ વિકુર્યો. તે પિશાચ અગ્નિની જવાલાઓથી વિકરાલ બનેલા પોતાના મુખને ફાડી, હાથમાં તલવાર પકડી, પ્રભુ સન્મુખ દોડી આવ્યો; અને અટ્ટહાસ વિગેરે ઘોર ઉપસર્ગ કરવા લાગ્યો ૧૧. પરંતુ પ્રભુને જરા પણ ક્ષોભ ન પામેલા દેખી નિર્દય સંગમદેવે વાઘનું રૂપ વિકર્યું. તે વાધ વજ્ર જેવી દાઢોથી અને ત્રિશૂલ જેવા તીક્ષ્ણ નહોરથી પ્રભુના શરીરને
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠે
વ્યાખ્યાનમ્
૩૧૨