________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
N
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનનું
મનવાળા આ મુનિને ચલિત કરી શક્યો નહિ. ઈન્દ્રસભામાં પ્રતિજ્ઞા કરીને આવેલો હું આવી જ રીતે પાછો જઈ કેવી રીતે મોટું દેખાડીશ?, આ મુનિ પણ કોઈ વિચિત્ર છે કે જીવતો રહે ત્યાં સુધી ધ્યાન છોડે તેમ નથી.
માટે હવે તો તેના પ્રાણનો નાશ કરવાથી જ તેનું ધ્યાન નાશ પામશે તે સિવાય બીજો ઉપાય નથી”. એમ વિચાર કરી તે નીચ દેવે હજાર ભાર જેટલા વજનવાળું એક કાલચક્ર વિકવ્યું. તે કાલચક્રને ઉપાડી | સંગમદેવે જોરથી પ્રભુના શરીર પર નાખ્યું. જે કાલચક્ર મેરુપર્વતના મજબૂત શિખર પર પડ્યું હોય તો તેના પણ ચૂરેચૂરા કરી નાખે, એવું તે કાલચક્ર પ્રભુના શરીર પર પડવાથી પ્રભુ ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા ૧૮, છતાં પ્રભુ તો નિશ્ચલ ચિત્તે ધ્યાનમાંજ મગ્ન રહ્યા. પોતાની ધારણા પાર ન પડવાથી સંગમદેવે વિચાર્યું કે - “અરે મોટા પર્વતને પણ ચૂરેચૂરા કરી નાખનાર કાલચક્ર પણ કાંઈ કરી શક્યું નહિ, તેથી જણાય છે કે આ મુનિને શસ્ત્રાદિ તો કાંઈ કરી શકે તેમ નથી. આવા પ્રતિકૂળ ઉપસર્ગોથી આ મુનિ ચલિત થવાને બદલે ઉલટા વધારે દૃઢ થતા જાય છે માટે હવે તો અનુકૂલ ઉપસર્ગ કરી ધ્યાનથી ભ્રષ્ટ કરી નાખું”. એમ વિચારી તેણે રાત્રિ હોવા છતાં પ્રભાત વિકવ્યું, અને માણસો ઉત્પન્ન કર્યા. તેઓ ફરવા લાગ્યા, અને પ્રભુને કહેવા લાગ્યા કે - “હે દેવાર્ય ! પ્રભાત થઈ જવા છતાં હજુ આપ કેમ ઉભા છો?, આપના ધ્યાનનો વખત પૂરો થઈ ગયો છે”. પણ પ્રભુ તો પોતાના જ્ઞાન વડે રાત્રિ જાણે છે ૧૯. પ્રભુને હજુ પણ નિશ્ચલ રહેલા દેખી તેણે દેવઋદ્ધિ વિમુર્તી, અને વિમાનમાં બેસી પ્રભુને લોભાવવા બોલ્યો કે - “હે મહર્ષિ! હું આપનું આવું ઉગ્ર તપ
૩૧૪
For Private and Personal Use Only