________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie COS
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ.
વિનંતી કરી કે - “હે સ્વામી ! જો આપની આજ્ઞા હોય તો અમે અમારા પતિની પાછળ જઈએ”. ઇન્દ્ર તેમને જવા આજ્ઞા આપી, અને બીજા સર્વ પરિવારને તેની પાછળ જતો અટકાવ્યો. ત્યાં તે સંગમદેવ પોતાનું બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય સમાપ્ત કરશે.
હવે ગોકુલ ગામથી વિહાર કરી પ્રભુ આનંભિકા નગરીએ આવ્યા, ત્યાં હરિકાંતનામનો વિઘુકુમારનો ઇન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યો. પ્રભુના ધૈર્યગુણની પ્રશંસા કરી અને વંદન કરી તે પોતાને સ્થાને ગયો. ત્યાંથી પ્રભુ શ્વેતાંબિકા નગરીએ આવ્યા, ત્યાં હરિસહ નામનો વિદ્યુતકુમારનો ઈન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યો, અને વંદન કરી પોતાને સ્થાને ગયો. ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા, તે વખતે શક્રેન્ડે આપી કાર્તિકસ્વામિની મૂર્તિમાં પ્રવેશ કરી તે મૂર્તિદ્વારા પ્રભુને વંદન કર્યું, તેથી ત્યાં પ્રભુનો ઘણો મહિમા પ્રવર્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ કૌશાંબી નગરીએ પધાર્યા, ત્યાં ચન્દ્ર અને સૂર્યે ઉતરીને પ્રભુને ભક્તિપૂર્વક વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વારાણસી નગરીએ આવ્યા, ત્યાં શક્રેન્દ્ર આવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ રાજગૃહ પધાર્યા, ત્યાં ઈશાનેન્દ્ર આવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ મિથિલા નગરી પધાર્યા, ત્યાં જનકરાજાએ તથા ધરણેન્દ્ર પ્રભુને સુખશાતા પૂછી વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વૈશાલી નગરી પધાર્યા, ત્યાં પ્રભુએ અગીયારમું ચાતુર્માસ કર્યું. ત્યાં ભૂતાનંદ નામના નાગકુમારના ઇન્દ્ર આવી, પ્રભુને સુખશાતા પૂછી વંદન કર્યું. ચાતુર્માસ પૂરું થતાં ત્યાંથી વિહાર કરી પ્રભુ સુસુમારપુર પધાર્યા, અને ત્યાંના ઉઘાનમાં પ્રતિમાધ્યાને
૩૧૮
For Private and Personal Use Only