________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
એવી દૃઢભૂમિમાં ગયા. ત્યાં પેઢાલ નામના ગામની બહાર પોલાસ નામના ચૈત્યમાં પ્રભુએ અઠ્ઠમ તપ સ્વીકારી પ્રવેશ કર્યો, અને એકરાત્રિની પ્રતિમા ધરીને રહ્યા. હવે આ વખતે શક્રેન્દ્રે પોતાના અવધિજ્ઞાનથી પ્રભુને ધ્યાનમગ્ન રહેલા જોઈ તુરત સિંહાસન પરથી ઉતરી જઈ પ્રભુને વંદન કર્યું. પછી ઇન્દ્રે પ્રભુના ધૈર્યગુણની પ્રશંસા કરતાં પોતાની સુધર્મસભામાં બેઠેલા દેવો સમક્ષ કહ્યું કે – “અહા ! શ્રીવીર પ્રભુ અત્યારે કેવા ધ્યાનમગ્ન થઈ રહ્યા છે ?, વાહ ! કેવા ધીર બની અડગ ચિત્તે ઉભા છે ? તેમના એ ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા કદાચ ત્રણ જગતના પ્રાણીઓ એક્કા થાય તો પણ અસમર્થ છે”. આવાં ઇન્દ્રનાં વચન સાંભળી તે સભામાં બેઠેલો ઇન્દ્રનો સામાનિક સંગમ નામનો દેવ પ્રભુની પ્રશંસા સહન ન કરી શકવાથી ભૃકુટી ચડાવી અધર કંપાવતો બોલ્યો કે – “હે દેવેન્દ્ર ! આવા ભોળપણના વિચારો દેવસભામાં બોલી, એક સાધુને દેવો કરતાં પણ મોટી શક્તિવાળો જણાવી, દેવોની અવગણના કરવી આપને ન શોભે. હે સુરેન્દ્ર ! જેઓ મેરુ પર્વતને પણ ઢેફાની જેમ ફેંકી દેવા સમર્થ છે, જેઓ સમુદ્રનું પણ અંજલિના પાણી પેઠે પાન કરી જવા શક્તિવાળા છે, જેઓ આખી પૃથ્વીને પણ છત્રીની જેમ એક ભુજાથી તોલી રાખવા પ્રભાવશાળી છે; એવા અતુલ પરાક્રમી દેવો આગળ વળી એ મનુષ્યમાત્ર સાધુ કોણ છે ? હું પોતે જ હમણાં ત્યાં જઈ તે સાધુને હું ક્ષણવારમાં ચલાયમાન કરી નાખું છું ? તે વખતે ઇન્દ્રે વિચાર્યું કે – “જો હું અત્યારે આ સંગમને હુકમ કરી જતો અટકાવીશ તો એ દુર્બુદ્ધિ જાણશે કે, તીર્થંકરો તો પારકાની સહાયથી જ તપ કરે છે, વળી આવો ઉલટો
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૧૦