________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમુ.
સાધવા માટે પ્રભુથી છૂટો પડી શ્રાવતી નગરીમાં ગયો. ત્યાં તેણે એક કુંભારની શાળામાં રહી પ્રભુએ કહેલા વિધિથી છ માસ પર્યત તપ કરી તેજલેશ્યા સિદ્ધ કરી. એક વખતે શ્રી પાર્શ્વનાથ પ્રભુના છ સાધુઓ કે જેઓ સંયમ ન પાળી શકવાથી ગૃહસ્થ થયા હતા, અને અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પંડિત હતા, તેઓ ગોશાલાને મળ્યા. તેમની પાસેથી ગોશાલો અષ્ટાંગ નિમિત્ત ભણ્યો. આવી રીતે તેજોલેશ્યાલબ્ધિ અને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મળવાથી ગર્વ ધરતો ગોશાલો ‘હું સર્વજ્ઞ છું’ એ પ્રમાણે પોતાની પ્રસિદ્ધિ કરતો પૃથ્વી પર વિચારવા લાગ્યો.
હવે સિદ્ધાર્થપુરથી વિહાર કરી પ્રભુ વૈશાલી નગરી પધાર્યા. ત્યાં સિદ્ધાર્થરાજાના મિત્ર શંખ નામના ગણરાજે પ્રભુને ભક્તિપૂર્વક વંદન કર્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ વાણિજ નામના ગામે આવી બહારના કોઈ પ્રદેશમાં પ્રતિમા ધરીને રહ્યા. તે ગામમાં આનંદ નામનો શ્રાવક રહેતો હતો, તે હમેશાં છઠ તપ કરતો, અને સૂર્યની આતાપના લેતો હતો, શ્રાવકની ઉત્કૃષ્ટ ક્રિયા કરતા તપસ્વી આનંદને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે પ્રભુ પાસે આવી વંદન કરી બોલ્યો કે - “હે પ્રભુ! આપને ધન્ય છે કે આવા ઘોર ઉપસર્ગો પડવા છતાં આપે સમભાવે સહન કર્યા, હે નાથ ! હવે આપને થોડા જ વખતમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થશે”. ઇત્યાદિ તો પ્રભુની સ્તુતિ કરી આનન્દ શ્રાવક પોતાને ઘેર ગયો. પ્રભુ ત્યાંથી વિહાર કરી શ્રાવસ્તી નગરીએ પધાર્યા, ત્યાં દસમું ચાતુર્માસ વિવિધ તપ વડે સંપૂર્ણ કર્યું.
ચાતુર્માસ પૂરું થતાં પ્રભુ નગરીની બહાર પારણું કરી વિચરતા અનુક્રમે ઘણા મ્લેચ્છ લોકોથી ભરપૂર
૩૦૯
For Private and Personal Use Only