________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
470143
છોડવો જોઈ પ્રભુને પૂછ્યું કે - ‘હે પ્રભુ ! આ છોડવો ફળશે કે નહિ ?’ પ્રભુએ કહ્યું કે - ‘ફળશે, આ છોડવાને સાત ફૂલ લાગ્યાં છે, તે સાતે ફૂલના જીવ મરીને આજ છોડવાની સીંગમાં સાત તલ થશે” આ પ્રમાણે પ્રભુએ કહેલું વચન જૂઠું પાડવા ગોશાલાએ તે છોડવાને મૂળમાંથી ઉખેડી એક તરફ ફેંકી દીધો. તે વખત નજીકમાં રહેલા વ્યંતરોએ ‘પ્રભુની વાણી અસત્ય ન થાઓ' એવું ધારીને ત્યાં વૃષ્ટિ કરી. વરસાદથી ભીની થયેલી ભૂમિમાં પડેલા તે છોડનું મૂળીયું કોઈ ગાયની ખરીથી દબાઈ જમીનમાં પેસી ગયું, અને ધીરે ધીરે તે છોડવો હતો એવો થઈ ગયો.
પ્રભુ ત્યાંથી ચાલતા કૂર્મગામ પહોંચ્યા. તે ગામની બહાર વૈશ્યાયન નામનો તાપસ મધ્યાહ્ન સમયે બન્ને હાથ ઉંચા કરી, સૂર્ય સામે દૃષ્ટિ રાખી, જટા છૂટી મૂકી સૂર્યની આતાપના લઈ રહ્યો હતો; અને સૂર્યના સમ્ર તાપને લીધે તેની જટામાંથી જમીન પર ખરી પડતી ચૂકાઓ એટલે જૂઓને વીણી વીણીને તે તાપસ પાછો પોતાની જટામાં નાખતો હતો. આવું દુઃસહ અનુષ્ઠાન કરી રહેલા તે તાપસની જટામાં ઘણી જૂ દેખી ધ ગોશાલો તે તાપસને ‘યૂકાશય્યાતર' એ પ્રમાણે કહી તેની વારંવાર મશ્કરી કરવા લાગ્યો. તેથી તાપસે ક્રોધાયમાન થઈ ગોશાલા ઉપર તેજોલેશ્યા મૂકી. તાપસે મૂકેલી તેજોલેશ્યાથી ગોશાલો ભસ્મીભૂત થઈ જાત, પણ કરુણાસાગર પ્રભુએ તુરત શીતલેશ્યા મૂકી, તેથી જલ વડે અગ્નિની જેમ તે તેજોલેશ્યા શમી ગઈ, આવી રીતે પ્રભુએ ગોશાલાને બચાવી લીધો. પ્રભુની અલૌકિક શક્તિ જોઈ વૈશ્યાયન વિસ્મય પામ્યો, અને
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
વ્યાખ્યાનમ્
૩૦૭