________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
FAERS
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ
વ્યાખ્યાનમુ
BUII
અહો ! વિધિરાજ કુશળ છે કે, જે જયાં દૂર પણ વસતું હોય તેને ધ્યાનમાં રાખે છે, અને જેને જે યોગ્ય હોય તેને તે બીજું મેળવી આપે છે લા' અહો જુઓ તો ખરા ! આ બન્નેનાં દાંત અને પેટ કેવા મોટા છે ! વાંસામાં તો ખુંધ નીકળી છે, નાકે પણ ચીબા છે !, વિધાતાએ સરખે સરખી જોડી ઠીક મેળવી દીધી છે ! આ પ્રમાણે વારંવાર મશ્કરી કરતા ગોશાલને પકડીને તે વહુ-વર સાથેના માણસોએ ખુબ માર્યો, અને મજબૂત | બંધનથી બાંધીને વાંસના જાળમાં ફેંકી દીધો. પરંતુ પાછળથી પ્રભુનો છત્રધર સમજી તેઓએ બંધન છોડી ગોશાલાને મુક્ત કર્યો. પછી પ્રભુ તેની સાથે ચાલતા ગોભૂમિમાં આવ્યા. ત્યાંથી રાજગૃહ નગરમાં પધારી પ્રભુએ આઠમું ચાતુર્માસ ચોમાસી તપ વડે પૂરું કર્યું, અને તે ચોમાસી તપનું પારણું નગરની બહાર કર્યું. પ્રભુએ વિચાર્યું કે - “મારે હજુ ઘણાં કર્મ નિર્ભરવાનાં છે, તેથી ચીકણા કર્મનો ક્ષય કરવા માટે ઉપસર્ગ થાય તેવી ભૂમિમાં વિચારવાની જરૂર છે, અને ઘણા ઉપસર્ગ વ્રજભૂમિમાં થશે”. એમ વિચારી પ્રભુ ત્યાંથી વિહાર કરી વજભૂમિમાં ગયા. તે દેશમાં પરમાધામી જેવા ક્રૂર સ્વેચ્છાએ પ્રભુને ઘણા ઉપસર્ગો કર્યા, પરંતુ “આ ઉપસર્ગોથી કર્મોનો ધ્વંસ થાય છે” એમ વિચારતા પ્રભુ પ્લેચ્છોને બંધુથી પણ અધિક માનતા. પ્રભુએ તે જ ભૂમિમાં નવમું ચાતુર્માસ ચોમાસી તપ વડે પૂરું કરી તે ઉપરાંત બીજા બે મહિના ત્યાં જ વિચર્યા. ત્યાં ચોમાસામાં નિયત સ્થાન ન મળવાથી પ્રભુએ નવમું ચોમાસું અનિયત કર્યું.
ત્યાંથી વિહાર કરી પ્રભુ સિદ્ધાર્થપુરે આવ્યા, ત્યાંથી કૂર્મગામ તરફ જતાં રસ્તામાં ગોશાલાએ તલનો
૩૦૬
For Private and Personal Use Only