________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SA
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
શ્રીવર્ધમાનસ્વામી છે. રાજાએ આ હકીકત સાંભળી તુરત પ્રભુને તથા ગોશાલાને મુક્ત કર્યા, અને પોતાનો અપરાધ ખમાવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ પુરિમતાલ નામના નગરે ગયા, ત્યાં શકટમુખ નામના ઉદ્યાનમાં શ્રીમલ્લિનાથ પ્રભુનું મંદિર હતું. તે ઉદ્યાન અને નગરની વચ્ચેના કોઈ પ્રદેશમાં પ્રભુ પ્રતિમા ધ્યાને રહ્યા. આ અરસામાં તે નગરનો વગુર નામનો શ્રાવક શ્રીમલ્લિનાથ પ્રભુની પ્રતિમાની પૂજા કરવા માટે નગરમાંથી શકટમુખ ઉદ્યાન તરફ જતો હતો, તે વખતે ઈશાનેન્દ્ર શ્રીમહાવીર પ્રભુને વંદન કરવા આવેલો; તેણે વન્ગર શેઠને પૂજા કરવા જતો જોઈ કહ્યું કે – “હે વગુર ! આ પ્રત્યક્ષ જિનેશ્વરનું ઉલ્લંઘન કરી જિનેશ્વરના બિંબને પૂજવા માટે આગળ કેમ જાય છે? આ છેલ્લા તીર્થકર શ્રી મહાવીર પ્રભુ છે તેઓ છદ્મસ્થપણે વિચરતા અહીં પ્રતિમા ધ્યાને રહ્યા છે.” તે સાંભળી વગુર શેઠ તુરત પ્રભુ પાસે આવ્યો, અને . અજ્ઞાનતાથી થયેલા અપરાધનું મિથ્યાદુકૃત દઈ ભક્તિથી પ્રભુને વંદન કર્યું. ત્યાર પછી તે વઝુર શ્રાવક છે ઉદ્યાનમાં જઈ શ્રીમલ્લિનાથ પ્રભુની પ્રતિમાની પૂજા કરી પોતાને ઘેર ગયો, ઇન્દ્ર પણ પોતાને સ્થાને ગયો.
ત્યાંથી વિહાર કરી પ્રભુ અનુક્રમે ઉન્નાગ નામના સન્નિવેશ તરફ જતા હતા, ત્યાં રસ્તામાં તરતના જ પરણેલા લાંબા લાંબાં દાંતવાલા વહુ-વરને સન્મુખ આવતા જોઈ ગોશાલાએ મશ્કરી કરી કે –
"तत्तिल्लो विहिराया, जाणइ दूरे वि जो जहिं वसइ । जं जस्स होइ जुग्गं, तं तस्स बिइज्जयं देइ ॥१॥"
૩૦૫
For Private and Personal Use Only