________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
વિચાર કરવા લાગ્યો કે - ‘આ કરતાં તો સ્વામી સાથેજ રહેવું સારું છે' એમ વિચારી પ્રભુની શોધ કરવા લાગ્યો. પ્રભુ વિચરતા વૈશાલી નગરી પહોંચ્યા, ત્યાં એક લુહારની શાલા ખાલી દેખી લોકોની આજ્ઞા લઈ તેમાં પ્રતિમાધ્યાને રહ્યા. તે શાલાનો સ્વામી લુહાર છ મહિના રોગથી પીડાઈ સાજો થયો હતો, તેથી તે જ દિવસે લોઢું ઘડવાના હથિયાર લઈ પોતાની શાલામાં આવ્યો. ત્યાં પ્રભુને જોઈ અપશુકન થયેલું જાણી ઘણ વડે પ્રભુને હણવા તૈયાર થયો, તે વખતે અવધિજ્ઞાન વડે ઇન્દ્ર જાણી તુરત ત્યાં આવી તે જ ઘણ વડે લુહારને મારી નાખ્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ ગ્રામાક નામના સન્નિવેશમાં ગયા, ત્યાં ઉદ્યાનમાં કાઉસગ્ગધ્યાને રહેલા પ્રભુનો બિભેલક નામના યક્ષે મહિમા કર્યો.
ત્યાંથી વિહાર કરી પ્રભુ શાલિશીર્ષ નામના ગામે પધાર્યા, અને ત્યાં ઉદ્યાનને વિષે મહા મહિનાની કડકડતી ટાઢમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. પ્રભુના ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાં એક વિજયવતી નામે અણમાનીતી રાણી હતી, તે વિજયવતી મરીને ઘણા ભવભ્રમણ કરી કટપૂતના નામે વ્યંતરી થઈ હતી. તે વ્યંતરીએ પ્રભુને દેખી પૂર્વભવનું વૈર સંભારી વૈરનો બદલો લેવા તાપસીનું રૂપ વિક્ર્વ્યુ, અને જટામાં હિમ જેવું ઠંડું જલ ભરી તે પ્રભુના શરીર પર છાંટવા લાગી, તે જલ વડે પ્રભુને એવો તો શીત ઉપસર્ગ કર્યો કે બીજો માણસ તો તે ઠંડીથી ઠરી જાય. આવી રીતે આખી રાત્રિ તે ઉપસર્ગ ક૨વા છતાં પ્રભુને નિશ્ચલ દેખી વ્યંતરી શાંત થઈ, અને વૈર છોડી પ્રભુની સ્તુતિ કરવા લાગી. ઉપસર્ગને સમભાવે સહન કરતા અને છઠ્ઠના તપ વડે વિશુદ્ધ થતા પ્રભુને તે વખતે લોકાવવિધ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
વ્યાખ્યાનમ્
૩૦૩