________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
નાખ્યો. ત્યાંથી પ્રભુ કલંબુકા નામના સન્નિવેશમાં પધાર્યા, ત્યાં મેઘ અને કાલહસ્તી નામના બે ભાઈ પર્વતના રક્ષક તરીકે અધિકારી હતા. કાલહસ્તીએ મૌનધારી પ્રભુને અને ગોશાલાને ચોર જાણી પકડ્યા, અને પોતાના ભાઈ મેઘને સોંપ્યા. મેઘ પહેલાં સિદ્ધાર્થ રાજાનો નોકર હતો, તેણે પ્રભુને ઓળખ્યા, અને પોતાના ભાઈએ કરેલો અપરાધ ખમાવી પ્રભુને તથા ગોશાલાને છોડી મૂક્યા.
તે કલંબુકા સન્નિવેશથી વિહાર કરી શ્રીમહાવીર પ્રભુ ક્લિષ્ટકર્મોની નિર્જરા કરવા માટે લાટ દેશમાં ગયા. તે દેશના લોકો ક્રુરસ્વભાવી હતા, તેથી પ્રભુએ ત્યાં ઘોર ઉપસર્ગો સહન કરી ઘણાં કર્મ ખપાવ્યાં. તે દેશમાં વિચરતા પ્રભુ અનુક્રમે પૂર્ણકલશ નામના અનાર્ય ગામ તરફ જતા હતા, રસ્તામાં બે ચોર મળ્યા, તેઓ પ્રભુને દેખી અપશુકન થયું જાણી તલવાર ઉગામી પ્રભુને હણવા દોડ્યા, તે વખતે ઇંદ્રે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી હણવા દોડેલા ચોરોને જાણી વજ્ર વડે મારી નાખ્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ ભદ્રિકાપુરી પધાર્યા, ત્યાં પાંચમું ચોમાસું રહ્યા, અને ચોમાસી તપ કર્યો. ચોમાસી તપનું પારણું નગરીની બહાર કરીને પ્રભુ અનુક્રમે તંબાલ નામના ગામે ગયા. ત્યાં પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય નંદિષેણ નામના બહુશ્રુત વૃદ્ધ આચાર્ય ઘણા શિષ્યોના પરિવાર સહિત આવ્યા હતા. ગોશાલાએ જેમ મુનિચંદ્રસૂરિના શિષ્યોને તિરસ્કાર વિગેરે કર્યો હતો તેમ આ નંદિષેણ આચાર્યના શિષ્યોને પણ તિરસ્કાર વિગેરે કર્યો રાત્રિએ નંદિષણસૂરિ ઉપાશ્રયની બહાર કાઉસગ્ગ ધરીને સ્થિર રહ્યા, તે વખતે ચોકી કરવાને નિકળેલા તે ગામના કોટવાળના
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
C
વ્યાખ્યાનમ્
૩૦૧