________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ
પણ
ત્યાં કૌતુકી ગોશાલો આંખના વિકારો કરી ગામના બાળકોને બીવરાવવા લાગ્યો, તે જોઈ ભયભીત બની નાસભાગ કરતા બાળકોના પિતાઓ વિગેરે આવ્યા, અને ગોશાલાને ઘણો માર મારી મુનિપિશાચ વિગેરે તિરસ્કારના શબ્દો કહી છોડી મૂક્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ આવર્ત ગામ પધાર્યા, અને ત્યાં બળદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પણ ગોશાલો બાળકોને બીવરાવવા મુખના વિકાર કરવા લાગ્યો, તે જોઈ ભયવિહુવલ બની નાસભાગ કરતા બાળકોના પિતાઓ વિગેરે આવ્યા, તેઓએ મુખના ચાલા કરતા ગોશાલાને ગાંડો ભિક્ષુક સમજી, “આવા ગાંડા માણસને મારવાથી શું?, માટે આવા શિષ્યને નિષેધ ન કરતા તેના ગુરુને જ મારીએ” એમ વિચારીને તે દુબુદ્ધિઓ એવામાં પ્રભુને મારવા તૈયાર થયા, તેવામાં બલદેવની મૂર્તિએજ હળ ઉપાડી તેઓને અટકાવ્યા. તે જોઈ આશ્ચર્યચકિત થયેલા તેઓ પ્રભુને અલૌકિક મહાત્મા જાણી પોતાનો અપરાધ ખમાવતા પ્રભુને ચરણે પડ્યા. - ત્યાંથી વિહાર કરી પ્રભુ ચોરાક સન્નિવેશે ગયા, ત્યાં એક માંડવામાં ઉત્તમ ભોજન રંધાતુ દેખી “ભોજન તૈયાર થવાને હવે કેટલી વાર છે?” તે તપાસવા ગોશાલો છાનોમાનો લપાઈને નીચો વળી વારંવાર જોવા લાગ્યો. તે ગામમાં ચોરની ઘણી રંજાડ હતી, તેથી લપાઈને વારંવાર જોતા ગોશાલાને ચોર જાણી લોકોએ પકડીને માર્યો. તેથી ક્રોધાવેશમાં આવેલા ગોશાલાએ શાપ દીધો કે – “મારા સ્વામીનું તપતેજ હોય તો આ માંડવો બળી જાઓ”. પ્રભુનું નામ લઈ શાપ આપેલો હોવાથી પ્રભુના ભક્ત વ્યંતરોએ તે માંડવો બાળી
૩00
For Private and Personal Use Only