________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પછી તુરત ઘરનું બારણું ફેરવી નાખ્યું. ગોશાલો તે દૂધપાકને શુદ્ધ જાણી ખાઈ ગયો, અને પ્રભુ પાસે આવી વૃત્તાંત ષષ્ઠ નિવેદન કર્યું પણ સિદ્ધાર્થે તે દૂધપાક સંબંધી મૂળ વાત કહી જણાવી, ત્યારે ગોશાલાએ નિર્ણય કરવા મુખમાં વ્યાખ્યાનમુ, આગલી નાખી વમન કર્યું. વમનની અંદર બરાબર તપાસ કરતાં બાળકનું માંસ જણાયું. દૂધપાક સાથે માંસ ભેળવી પોતાને ઠગનારી તે બાઈ ઉપર ગોશાલાને ગુસ્સો ચડ્યો, અને શાપ આપી તેણીનું ઘર બાળી નાખવા તુરત ત્યાં આવ્યો; પણ બારણું ફેરવી નાખેલું હોવાથી ઘર ઓળખી શક્યો નહિ. પછી ગોશાલો બોલ્યો કે - ‘જો મારા ધર્માચાર્યનું તપતેજ હોય તો આ પાડો બળી જાઓ'. સાન્નિધ્યમાં રહેલા વ્યંતરોએ પ્રભુનું માહાભ્ય અન્યથા ન થાઓ' એમ વિચારી તે આખા પાડાને બાળી નાખ્યો.
ત્યાંથી વિહાર કરી પ્રભુ હરિદ્ર નામના સન્નિવેશની બહાર હરિદ્ર નીચે કાઉસગ્નધ્યાને રહ્યા. એ જ વૃક્ષ ! નીચે રાતવાસો રહેલા મુસાફરોએ ટાઢને લીધે રાત્રિએ અગ્નિ સળગાવેલો, પણ સવાર થતાં તેઓ અગ્નિને બુઝાવ્યા વગર જ પોતપોતાને રસ્તે ચાલતા થયા. અગ્નિ ધીરે ધીરે ફેલાતો પ્રભુ પાસે આવ્યો, છતાં કર્મરૂપ ઇંધનને બાળવા માટે ધ્યાનરૂપ અગ્નિની જેમ તે અગ્નિને પણ માનતા થકા પ્રભુ જરા પણ ખસ્યા નહિ, તેથી તે અગ્નિથી પ્રભુના પગ દાઝયા. ગોશાલો તો અગ્નિ દેખી નાસી ગયો!, અને અગ્નિ ઓલવાઈ ગયા પછી પાછો પ્રભુ પાસે આવ્યો.
ત્યાંથી વિહાર કરી પ્રભુ બંગલા નામના ગામે આવ્યા, અને વાસુદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા.
૨૯૯
For Private and Personal Use Only