________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર
ષષ્ઠ
ભાષાંતર
મો છે, તેથી તે કુંભાર
તેમને તે જ વખતે અવશાલો બોલ્યો કે - ' ,
કહ્યું કે – “અરે મૂર્ખ ! તેઓ તો પાર્શ્વનાથ પ્રભુના શિષ્યો છે, તે સાધુઓ કે તેમનું સ્થાન શાપથી ન બળે'. હવે રાત્રિએ મુનિચંદ્ર સૂરિ જિનકલ્પની તુલના કરતા ઉપાશ્રયની બહાર પ્રતિમા ધરીને રહ્યા. પેલો કૂપનય કુંભાર ીિ વ્યાખ્યાનમ્ મદિરાપાન કરી ઘુમતો ઘૂમતો ત્યાં આવ્યો, તેણે મદિરાના કેફમાં આચાર્ય મહારાજને ઓળખ્યા નહિ. તેણે જાણ્યું કે આ કોઈ ચોર ઉભો છે, તેથી તે કુંભારે આચાર્યને ગળે પકડી શ્વાસ વગરના કરી દીધા, છતાં તેઓ શુભધ્યાનથી ચલિત થયા નહિ. તે વેદનાને સહન કરતાં તેમને તે જ વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, અને કાલધર્મ પામી દેવલોકે ગયા. દેવોએ તે મુનિરાજના મહિમા માટે પ્રકાશ કર્યો, તે જોઈ ગોશાલો બોલ્યો કે -
અહો ! તે સાધુઓનો ઉપાશ્રય બળી રહ્યો છે!” પણ સિદ્ધાર્થે સત્ય હકીકત નિવેદન કરી ત્યારે ગોશાલો ત્યાં જ જઈ સૂઈ રહેલા તે સાધુઓને તિરસ્કારી પાછો આવ્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ ચૌરા નામના ગામમાં આવ્યા. ગોશાલો પણ સાથે હતો. ત્યાં પ્રભુને અને ગોશાલાને રાજ્યની છૂપી બાતમી લઈ જનારા જાસૂસ જાણી તેમને છે કોટવાળો હેડમાં નાખવા લાગ્યા. પહેલાં ગોશાલાને હેડમાં નાખ્યો, પ્રભુને હજુ હેડમાં નાખ્યા નહોતા. તેવામાં
ત્યાં ઉત્પલ નિમિત્તીયાની સોમા અને જયંતી નામની બે બહેનો કે જેઓ સંયમ પાળવાને અસમર્થ થઈ છતી પાછળથી સંન્યાસિની થઈ હતી તેઓએ પ્રભુને જોઈને તથા ઓળખીને કોટવાલો પ્રત્યે કહ્યું કે - “અરે મૂર્તો ! તમે શું મરવાને ઇચ્છો છો ?, તમે શું આ સિદ્ધાર્થરાજાના પુત્ર શ્રીમહાવીર પ્રભુ છે એમ જાણતા નથી ?' કોટવાળોએ આવાં વચનો સાંભળી ભય પામી પ્રભુને મૂકી દીધા, અને પોતાના અપરાધની ક્ષમા યાચવા
૨૯૭
For Private and Personal Use Only