________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
જોઈએ ગોશાલાએ “ મર્થ તત્ મવવ-જે થવાનું હોય તે થાય જ છે” એ પ્રમાણે નિયતિવાદ સ્વીકાર્યો. પ્રભુ સુવર્ણખલ પહોંચ્યા, ત્યાંથી વિહાર કરી બ્રાહ્મણગ્રામ પધાર્યા ત્યાં નંદ અને ઉપનંદ નામના બે ભાઈઓના બે પાડા હતા. પ્રભુ નંદના પાડામાં ગોચરી ગયા, નંદે પ્રભુને ભક્તિથી ઉત્તમ ભોજન વહોરાવ્યું. ગોશાલો ઉપનંદના પાડામાં ઉપનંદને ઘેર ગયો, ઉપનંદે તેને વાસી અન્ન આપ્યું. વાસી અન્ન મળવાથી ગોશાલાને ઘણો ગુસ્સો ચડ્યો અને શાપ દીધો કે - “જો મારા ધર્માચાર્યનું તપતેજ હોય તો આનું ઘર બળી જાઓ!” પ્રભુનું નામ લઈને આપેલો શાપ પણ નિષ્ફળ ન થવો જોઈએ એમ વિચારતા એક નજીકમાં રહેલા દેવે ઉપનંદનું ઘર બાળી નાખ્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ ચંપાનગરીમાં પધાર્યા, ત્યાં બે બેમાસીતપ સ્વીકારીને ત્રીજું ચોમાસું રહ્યા. છેલ્લા બે માસક્ષપણનું પારણું પ્રભુ ચંપાનગરની બહાર કરીને કાલા નામના સન્નિવેશમાં પધાર્યા અને ત્યાં એક શૂન્યઘરમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તે ગામના જાગીરદારનો સિંહ નામનો યુવાન પુત્ર વિદ્યુમ્નતી નામની દાસી સાથે રતિક્રીડા કરવા રાત્રિએ એ જ શૂન્ય ઘરમાં આવ્યો. ગાઢ અંધારામાં કોઈ ન જણાવાથી તેણે દાસી સાથે રતિક્રીડા કરી, તે જોઈ ગોશાલો હસવા લાગ્યો. પોતાનો અનાચાર છૂપાઈને જોઈ હસતા ગોશાલા પર ક્રોધ કરી સિંહ તેને મારવા લાગ્યો, ગોશાલો રાડો પાડવા લાગ્યો ત્યારે સિંહે તેને છોડ્યો. ત્યાર પછી ગોશાલાએ પ્રભુને કહ્યું કે - “હે સ્વામી! મને એકલાને તેણે આટલો બધો માર માર્યો !, R છતાં આપે તેને કેમ વાર્યો નહિ?' પ્રભુના શરીરમાં સંક્રમેલા સિદ્ધાર્થે કહ્યું કે - “તારે કોઈની મશ્કરી ન કરવી
૨૯૫
For Private and Personal Use Only