________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમુ
9
U
LL
જોઈએ, ગંભીરતા રાખવી જોઈએ, હવે કોઈની મશ્કરી કરીશ નહિ'. ત્યાંથી વિહાર કરી પ્રભુ પાત્રાલક ગામમાં જઈ કોઈ શૂન્ય ઘરમાં કાઉસગ્નધ્યાને રહ્યા. ત્યાં પણ રાત્રિએ સ્કંદ નામના યુવકને સ્કંદિલા નામની દાસી સાથે રતિક્રીડા કરતો જોઈ ગોશાલે હાંસી કરી, તેથી તેણે ત્યાં પણ પ્રથમની પેઠે ઘણો માર ખાધો.
ત્યાંથી વિહાર કરી પ્રભુકુમારક સન્નિવેશ ગયા, અને ત્યાં ચંપકરમણીય નામના ઉદ્યાનમાં કાઉસગ્નધ્યાને રહ્યા. - હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શિષ્ય મુનિચંદ્ર નામના આચાર્ય ઘણા શિષ્યોના પરિવાર સહિત વિચરતા તે જ ગામમાં કૂપનય નામના કુંભારની શાલામાં રહેતા હતા. ગોશાલાએ ગામમાં તે સાધુઓને જોઈ પૂછ્યું કે - “તમે કોણ છો?' તેઓ બોલ્યા કે, “અમે નિગ્રંથ છીએ'. ગોશાલાએ કહ્યું કે – “અરે !! તમે ક્યાં અને મારા ધર્માચાર્ય ક્યાં?, મારા ધર્માચાર્યમાં અને તમારામાં મેરુ-સરસવ જેટલો તફાવત છે'. તે સાધુઓ શ્રી મહાવીર જિનેશ્વરને જાણતા નહોતા. તેથી બોલ્યા કે; “જેવો તું છે તેવા જ તારા ધર્માચાર્ય પણ હશે !' આવાં આક્ષેપ વચનો સાંભળી ગોશાલાને ક્રોધ ચડ્યો; અને શાપ દીધો કે – “જો મારા ધર્માચાર્યનું તપતેજ | હોય, તો તેના પ્રભાવથી તમારો આશ્રમ બળી જાઓ”. તે સાધુઓએ કહ્યું કે - અમે શાપથી ડરતા નથી, તારા વચનથી અમારું આશ્રયસ્થાન બળવાનું નથી, પ્રભુનું નામ લઈ પોતે શાપ આપવા છતાં જયારે સાધુઓનું આશ્રયસ્થાન ન બળ્યું, ત્યારે વીલખો થઈ ગોશાલો પ્રભુ પાસે આવીને સર્વ વૃત્તાંત નિવેદન કરી બોલ્યો કે - હે સ્વામી ! મેં આપના નામથી શાપ આપવા છતાં તે સાધુઓનો ઉપાશ્રય ન બળ્યો તેનું શું કારણ?” સિદ્ધાર્થે
૨૯૬
For Private and Personal Use Only