________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
લાગ્યા. ત્યાર પછી તેઓએ ગોશાલાને પણ પ્રભુનો શિષ્ય જાણી છોડી મૂક્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ ષષ્ઠ ફિ8 પૃષ્ઠચંપા નગરીમાં પધાર્યા. પ્રભુએ ત્યાં ચોમાસી તપ વડે તે ચોથું ચાતુર્માસ નિર્ગમન કરી પૃષ્ઠચંપાની બહાર છે. વ્યાખ્યાન પારણું કર્યું. ત્યાંથી વિહાર કરી શ્રી મહાવીર પ્રભુ કામંગલ નામના સન્નિવેશમાં ગયા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ શ્રાવસ્તી નગરીએ પધાર્યા, અને નગરની બહાર કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ભોજન સમયે ભિક્ષા માટે જતા ગોશાલાએ પ્રભુને પૂછ્યું કે - “સ્વામી ! આજે મને કેવો આહાર મળશે ?' સિદ્ધાર્થે કહ્યું કે - “આજે તો તું મનુષ્યનું માંસ ખાઈશ'. ગોશાલાએ વિચાર કર્યો કે - “જયાં માંસની ગંધ પણ ન હોય તેવે સ્થાનેથી આજે ભિક્ષા લેવી'. આ પ્રમાણે નિશ્ચય કરી સાવધાન થઈ વૈશ્યોને જ ઘેર ભિક્ષા માટે ફરવા લાગ્યો. હવે તે નગરીમાં પિતૃદત્ત નામે વૈશ્ય હતો, તેને શ્રીભદ્રા નામે સ્ત્રી હતી. શ્રીભદ્રાને મરેલાં જ બાળક અવતરતાં, તેથી તેણીએ શિવદત્ત નામના નિમિત્તીયાને આ દોષ નિવારવાનો ઉપાય પૂછ્યો. શિવદત્તે કહેલું કે - “જયારે તને મરેલ સંતાન જન્મે, ત્યારે તે મરેલા બાળકનું માંસ દૂધપાક સાથે ભેળવી દઈ કોઈ , ભિક્ષુકને આપજે, તેમ કરવાથી તેને જીવતા બાળક અવતરશે”. હવે શ્રીભદ્રાને તે જ દિવસે મરેલું બાળક અવતરેલું, તેથી તેણીએ તે મરેલા બાળકનું માંસ દૂધપાક સાથે ભેળવી તૈયાર રાખ્યું હતું. ગોશાલો ફરતો ફરતો ત્યાં આવ્યો, વાટ જોઈને બેઠેલી તેણીએ તુરત ઉભા થઈ તે દૂધપાક ગોશાલાને આપ્યો, અને “આ પy સાધુને માંસની ખબર પડતાં શાપ આપશે તો ઘર બાળી નાખશે” એવા ભયથી તેણીએ ગોશાલો ગયો કે
૨૯૮
For Private and Personal Use Only